મોરબીના સામાજિક કાર્યકરે કરી આવકારદાયક પહેલ
મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ઘેલું બનેલું યુવાધન અકસ્માતોનો ભોગ બનતું રહે છે અને કીમતી જિંદગી ગુમાવવાનો વારો આવતો હોય છે જેથી મોબાઈલમાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવવા સામાજિક કાર્યકરે રાજ્યના ગૃહ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે રાજ્યના ગૃહ મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે હાલ ગુજરાત રાજ્યમાં પબ્જી ગેમ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેવી જ રીતે મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે.
ગુજરાત રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ અત્યાર સુધીમાં મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવા સમયે થતી દુર્ઘટનાને પગલે અનેક માનવ જીદંગી હોમાઈ છે શાળા-કોલેજના યુવાનો સેલ્ફી લેવાની લ્હાયમાં ઉંચાઈ પરથી પડી જવાથી, ડૂબી જવાથી કે ચાલુ ટ્રેને અકસ્માતનો ભોગ બની મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે જેથી જાહેર પર્યટન સ્થળોએ દરિયા કિનારો હોય કે ઊંચા પહાડો હોય, રેલ્વે સ્ટેશન,જાહેર સ્થળો પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરી છે.