તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પાઠવ્યુ આવેદન
ગોંડલ સરસ્વતી શિશુ મંદિર ના ટ્રષ્ટિ મહેશભાઈ ચવાડિયા, વ્યવસ્થાપક હરેશભાઇ સોજીત્રા અને પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલા એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રશાંતભાઈ પરમારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જુલાઈ ૨૦૨૦ નાં અંતમાં ધો. ૩ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની સામાણિક કરોટી લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, પરંતુ વર્તમાન કોવીડ-૧૯ મહામારીનાં સંક્રમણનાં સંકટ કાળમાં ધો.૩ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટી લઈએ તો મૂળ ઉદેશો કોઈ રીતે જળવાય તેમ નથી. ઉલટાનું, આ કસોટી લેવા જતા સ્વાસ્થ્યને લગતી તથા સામાજિક અને શૈક્ષણિક એવી અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય તેમ છે. શિક્ષકોને વિદ્યાર્થીઓનાં ઘેર ઘેર કસોટીપત્રો પહોંચાડવા કે પરત લેવાથી શિક્ષક, વિદ્યાર્થી અને વાલી પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો થાય તેમ છે.
કોવીડ-૧૯ની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ બોર્ડની ધો. ૧૦ અને ધો.૧૨ની મહત્વની પરીક્ષાઓ રદ કરી ઉચ્ચ શિક્ષણની તમામ પરિક્ષાઓ પાછળ ઠેલાય છે. ત્યારે ગુજરાતમાં ધો. ૩ થી ૧૨મા સામાયિક કસોટી લેવાનો દુરાગ્રહ ન રાખવા આવેદન પાઠવાયુ હતુ.