કુકાંવાવ ગ્રામપંચાયતની જમીન પર વગર પરમીશને રસ્તા પર રૂમ બનાવી નાખવાની ઉડીને આંખે વળગે છે. સરકારી દવાખાનામાં હાલ બ્લોડ રોડ બની રહ્યો છે. તેમાં દે ધનાધનની આશંકા સેવાય રહી છે.
એસ્ટીમેન્ટ પ્રમાણે કામ કરાવવા માટે ઉપરીતંત્ર જાણે ચીરનિંદ્રામાં પોઢયુ હોય તેમ કોઈપણ જાતની તપાસ વગર સબ સલામતનું રટણ ગવાય રહ્યું હોય તેવુ નગરજનો ને લાગી રહ્યું છે. તેઓના ત્યા સુધીના આક્ષેપ છે કે સ્થાનિક તેમજ ઉપરીતંત્રના અધિકારીઓની મીલીભગત કે કમીશનબાજીથી, વગર ઓબ્જેકશને જેમ ચાલે તેમ ચલાવવામાં આવી રહ્યું હશે ? હાલ દવાખાનામાં વરસાદી પાણીનો પણ ચોકકસ નિકાસ કરવામાં આવેલ નથી.
જેનાથી જાજા ગ્રામજનો પરીચીત છે. તેમ છતા તપાસ કરી યોગ્ય પગલા ભરવામાં શરમ અને જાણે સંકોચ અનુભવી રહ્યાં તેવુ લોકોને જણાય રહ્યું હોય જાહેર સરકારી કામ નિતી નિયમનું ચુસ્ત પાલન કરી કામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.