ગુજરાત સ્ટેટ એડીબલ આઈલ સીડ્સ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન અને નાણામંત્રી ને પત્ર લખ્યો
અબતક,રાજકોટ
રાજયમાં ધમધમતી મિનિ ઓઈલ મીલોને જીએસટીના દાયરામાં લાવવા માટે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ સીડ્સ એન્ડ ઓઈલ સીડ્સ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાનને પત્ર લખ્યો છે.ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલસ એન્ડ ઓઈલ સીડ્સ એસોસીએશન જે સ્વદેશી તેલીબીયાનું પીલાણ કરી ખાદ્યતેલ ઉત્પન કરતા યુનિટોનું છે.છેલ્લા થોડા વર્ષોથી સરકારની સાનુકુળ નીતિથી આઉદ્યોગનો ગુજરાતમાં સતત વિકસી રહ્યો છે. અને નાના મોટાઘણા નવા યુનિટ રાજયમાં સ્થપાઈ રહ્યા છે.
આવા યુનિટોમાં કેટલાક ખૂબ નાના ક્રસીંગ યુનિટ કે જેને મીની ઓઈલ મીલ કહે છે તે ઘણી મોટી માત્રામાં ચાલુ થયા છે. કેટલાક યુનિટો જાણતા અજાણતા જીએસટીના દાયરામાં આવ્યા નથી અને કોઈપણ પ્રકારનો જીએસટી સરકારને ભરતા નથી જેનાથી સરકારને આવક પણ ઘટે છે. ને પ્રમાણિક પણે ચાલતા મોટા યુનિટસ અનહેલ્ધી હરીફાઈનો સામનો કરવો પડે છે. દરેક વ્યકિતને પોતાની રીતે નાનો મોટો ઉદ્યોગ ચલાવવાનો અધિકાર છે. આવા યુનિટો ચાલુ રહે તેમાં કોઈ વિરોધ નથી માત્ર આવી મીની ઓઈલ મીલોને જીએસટીના દાયરામાંલાવવા સરકારી મશીનરી સમજાવટથી સેમિનાર કરીપ્રયત્ન કરશે. તો તેઓ ચોકકસ કાયદાથી વાકેફ થશે અને સહકાર પણ આપશે.
સરકારના આવા પ્રયાસોથી રાજયની આવક પણ વધશે અને ખાદ્યતેલ વેપાર વધુતંદુરસ્ત બનશેતેમ એસોસીએશનના પ્રમુખ સમીરભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી જાણ કરી છે.