હિન્દુ યુવા વાહિની દ્વારા કલેક્ટરને આવેદન
નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો વિગેરે વેબ સિરીઝ દ્વારા પ્રસારિત “ક્રિષ્ના એન્ડ હિઝ લીલા અને “બુલબુલ વેબ સિરીઝમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી માટે વિકૃત ભાષાનો પ્રયોગ કર્યો છે તેમજ કૃષ્ણ ભગવાનની લીલાને વિકૃત રીતે દર્શાવી છે. જેને લઈ તેલુગુ વેબ સિરીઝ અને હિન્દી ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાન અને હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોચાડતી વેબ સિરીઝ અને ફિલ્મો પર પ્રતિબંધ મુકવા માંગને લઈને જિલ્લા કલેકટરના મારફત કેન્દ્રીય માનનીય મંત્રી સુચના અને પ્રસારણ વિભાગને આવેદનપત્ર મોકલી આપવા નિવેદન પાઠવવામાં આવ્યું હતુ.
હિન્દુ યુવા વાહિની ના સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મધ્યાક્ષ પૂજ્ય જયરામદાસજી મહારાજ, ગુજરાત પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, વલ્લભશ્રય હવેલી રાજકોટના બાવા અભિષેક બાવા હિન્દુ જાગરણ મંચના વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઇ પિલ્લાઈ, રક્ષિતભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ.