મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાયો છે અને હજુ વરસાદ થયો નથી જેથી ખેડૂતો વાવેતર કરી શક્યા ના હોય જેને ધ્યાને લઈને રાજ્ય સરકારના કૃષિ મંત્રીને પત્ર પાઠવીને કુત્રિમ વરસાદ પ્રયોગ કરવાની માંગ કરાઈ છે. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ રાજ્યના કૃષિ મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ ચોમાસાની ઋતુ ચાલે છે અને સૌરાષ્ટ્રના ઘણા જીલ્લામાં હજુ વરસાદ થયો નથી ખેડૂતો પોતાના પાકોનું વાવેતર કરવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને વરસાદ નથી થતો ત્યારે વાદળછાયા વાતાવરણમાં જો કુત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વરસાવવામાં આવે તો જગતનો તાત તેના પાકોનું સમયસર વાવેતર કરી સકે છે પછી વાતાવરણ બદલી જતા કુત્રિમ વરસાદ માટે સંજોગો રહેશે નહિ અને વાવેતર માટે પણ યોગ્ય સમય નહિ હોય. હાલમાં બંને રીતે કુત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જરૂરી છે કારણકે વાવેતરનો યોગ સમય છે અને વાતાવરણમાં ભેજ વાળા વાદળો પણ છે તો આ તકનો લાભ લઈને જો કુત્રિમ વરસાદ પ્રયોગ કરવામાં આવે તો જગતના તાત માટે સોનાનો વરસાદ સમાન આ વરસાદ થશે જેથી આ મામલે વહેલાસર યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.
Trending
- નિરંજન શાહ સ્ટેડિયમમાં રનનું રમખાણ: ભારતીય મહિલા ટીમે રેકોર્ડબ્રેક 435 રનનો જુમલો ખડક્યો
- સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિતિ
- Motoની નવી G સીરીઝ માર્કેટમાં લોન્ચ માટે આતુર…
- ગુજરાત : એક એવું ગામ છે જ્યાં પતંગ ઉડાડવા બદલ ફટકારાય છે દંડ કારણ જાણીને ચોંકી જશો!
- રાજકોટના કુવાડવા રોડ પરથી રૂ.18.14 લાખના હેરોઇન સાથે બે શખ્સોની ધરપકડ
- દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત
- મકરસંક્રાતના દિવસે યોજાયો આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન પ્રસંગ
- Lenovo લાવ્યું લેપટોપ ની દુનિયામાં ક્રાંતિ…