ગાયનેક, ડેન્ટલ, જનરલ, ઓર્થોપેડીક અને ઇમરજન્સી વિભાગોમાં તબીબોની અછતના પગલે પ્રજાજનોની રજૂઆત
સુરેન્દ્રનગર જીલ્લાં નાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાં દદીઁ ઓ આવી પણ આવી રહ્યાં છે. ત્યારે આ હોસ્પિટલમાં કોરોનાં વિભાગ પણ અલગ ઉભો કરવામાં આવેલ છે. ત્યારે આ હોસ્પિટલમાં આવેલ વિવિધ વિભાગ. માં ફરજ બજાવતા ડોક્ટર ને કોરોનાં વિભાગ માં ફરજ માં મુકવામાં આવતાં અન્ય વિભાગો માં ડોક્ટર ની ખાલી જગ્યા થતાં આ હોસ્પિટલમાં માં લીંબડી શહેર તેમજ તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં થી આવતા દદી ઓ ને ડોક્ટર નાં અભાવે ધરમ નાં ધક્કા ખાઈ ને નાણાં અને સમય તેમજ માનસીક અને શારીરિક ત્રાસ સહન કરી રાજકોટ. ભાવનગર. સુરેન્દ્રનગર. અમદાવાદ ની પ્રાઈવેટ. તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ભટકવું પડે છે..
આ હોસ્પિટલમાં ગાયનેક. ડેન્ટલ. જનરલ. ઓથોઁપેડીક. તેમજ ઇમરજન્સી વિભાગ મા સારા અને અનુભવી ડોકટરોની નિમણૂંક કરવામાં આવે..તેમજ વરસો થી આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં માં પડેલા લાખો ની કિંમત નાં સાધનો યોગ્ય માવજત નાં અભાવે ધુળ ખાઈ રહ્યા છે. તેને ચાલું કરવામાં આવે તેવી અમારી રજૂઆત સાથે માંગણી છે.
આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લાં કલેક્ટર, જીલ્લાંનાં પ્રભારી મંત્રી, મુખ્યમંત્રી . આરોગ્ય મંત્રી . મુખ્ય સચિવ . વગેરે સંબંધીત વિભાગ આ બાબતે યોગ્ય નિરાકરણ લાવે તેવું લીંબડી શહેર અને તાલુકા ની આમ જનતા ની માંગણી છે…