દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ના સતત ગેરહાજર રહેતા તબીબ અંગે સામાજિક અગ્રણી ચુડાસમા એ માહિતી માંગી અને ઉચ્ચ કક્ષાએ એ શિક્ષાત્મક પગલાં ની માંગ કરી સામુહીક આરોગ્ય કેન્દ્ર દામનગર ના ફીજીયોથેરાપીની સારવાર આપતા તબીબ ઓફીસર સતત ગેર હાજર હોય તે કારણે દર્દીઓને મુશ્કેલી ઉભી થયેલ છે આ બાબતે તપાસ કરી તેમના સામે કાર્યવાહી કરવા ની માંગ કરાય અરજદાર બાવભાઈ ગાજીભાઈ ચુડાસમા એ આવી ગંભીર બેદરકારી દાખવનાર સામે સવાલ ઉઠાવ્યા બીમાર દર્દી ને મળવા પાત્ર સારવાર સરકારની હોસ્પીટલ નિયત કરેલ હોવા છતાં દામનગર ખાતે ધીરજ મોરારીજી અજમેરા હેલ્થ સેન્ટર માં સરકારી હોસ્પીટલ ના સતત ગેરહાજર તબીબ કેમ?
ફરજ પર ના મેડીકલ ઓફિસર ડોકટર દ્રારા અરજદાર ને કસરતની જરૂર હોય તેમ લખી આપવામાં છે તેથી અરજદારે ફીઝીયોથેરાપી વિભાગમાં તપાસ તો ત્યા ફીજીયોથેરાપીની સારવાર આપતા મેડીકલ ઓફીસર જયારે જઈએ ત્યારે ગેર હાજર હોય છે છેલ્લે અરજદાર તા 17/8/2021 ના રોજ ફીજીયોથેરાપી સારવાર માટે ગયેલા ત્યારે ફીજીયોથેરાપી વોર્ડમાં તપાસ કર્તા ફીજીયોથેરાપીક ઓફીસર ગેર હાજર હતા અને ત્યાથી જાણવા મળેલ કે તેવો કયારેક કયારેક આવે છે, અને તેઓ સતત ગેર હાજર રહે છે.
હારી થાકી પરેશન થતા દર્દી ઓ માટે યોગ્ય તબીબ મુકવા ની માંગ કરી આ રીતની સરકારી સેવાઓ માનવ સેવા માટે નહીં પણ માનવ અધિકાર વિરૂદ્ધ હોય તેમ જણાવતા અરજદારે સરકારી સેવાના નામે અસંખ્ય ગરીબ અને બીમાર દર્દીઓ જયારે સામુહીક આરોગ્ય કેન્દ્ર હોસ્પીટલે દર્દમાં રાહત મેળવવા જાય છે . અને ત્યા ફરજ પરના ઓફીસર હાજર ન હોવાથી તે કારણે બીમાર દર્દીઓ પાસેથી પ્રાઈવેટ ફીજીયોથેરાપી વાળા ડોકટરો મોટી રકમ વસુલે છે , તેવી પરિસ્થિતિનું નિમાર્ણ થાય છે . જેના કારણે હોસ્પિટલમાં આવતા આ દર્દના તમામ દર્દીઓને સારવાર માટે મોટી મુશકેલી ઉભી થયેલ છે . તેથી અરજદારની માંગણી એવી છે કે દામનગર સામુહીક આરોગ્ય કેન્દ્ર હોસ્પીટલમાં હાલ ફીજીયોથેરાપીની સારવાર આપતા મેડીકલ ઓફીસર વારંવાર ગેર હાજર રહેતા હોવાથી તેમની સામે
તપાસ કરી તેઓ ગેર હાજર રહેલા હોય તે સમયના તેમના પગાર ભથ્થા પરત વસુલ લેવા અને તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને હોદા ઉપરથી ડીસમીસ કરવા તેમજ તેમની જગ્યાએ બીજા અન્ય પીજીયોથેરાપી ઓફીસર કાયમ હાજર રહે તેવાની નિમણુંક કરવા ની માંગ આગોગ્ય વિભાગ સહિત ના સબંધ કરતા તંત્ર માં લેખિત રજુઆત કરાય છે.