આયા મોસમ ઠંડા ઠંડા કુલ કા….
અવનવા ફીચર્સ અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ગ્રાહકોને ઘેલું લાગ્યું
ઔદ્યોગિક એકમોમાં પણ ચીલરની સાથોસાથ ભારે ડ્યુટીના ઉપકરણોની માંગમાં વધારો
શિયાળા બાદ ઉનાળાની શરૂઆત થતા જ લોકો એ વિચારતા હોય છે કે ઠંડકની અનુભૂતિ કઈ રીતે કરવી કારણકે ઉનાળાના ચાર મહિના આકરા તાપનો સામનો દરેક લોકોએ કરવો પડતો હોય છે પરંતુ ઘર અને શરીરનું તાપમાન જાળવવા માટે લોકો અનેક નુષ્ખાઓ અને ઉપાયો શોધી લે છે. કૃત્રિમ ઠંડક આપતા એર કુલર, એસી, પંખા ના વેચાણમાં ધોમ વધારો થતો જોવા મળે છે એટલું જ નહીં ઔદ્યોગિક એકમોમાં પણ ચીલર ની સાથોસાથ ભારે ડ્યુટીના ઉપકરણો ની માંગમાં વધારો થતો હોય છે ત્યારે હવે ઉનાળાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેવી સ્થિતિમાં હાલ બજારમાં આ તમામ ઠંડક આપતા ઉપકરણોની માંગમાં અધધ વધારો નોંધાયો છે. ઠંડી હવે જઇ ચૂકી છે અને ધીમે ધીમે ગરમી પોતાનું રૂપ દેખાડી રહી છે.
લોકો કુલર અને એસીની સર્વિસ પણ કરાવવા લાગ્યા છે. માર્કેટમાં અનેક પ્રકારના એસી પણ આવી ગયા છે. પોર્ટેબલ કૂલર અથવા એસીની પણ છેલ્લા વર્ષોમાં માંગ વધી છે. ધીમે ધીમે ગરમી વધવા લાગતા લોકોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કેટલાક લોકો ગરમી દૂર કરવા માટે એસીનો ઉપયોગ કરે છે, જ્યારે ઘણા લોકો ઓછા બજેટને કારણે કુલર અથવા પંખાથી કામ કરે ચલાવી લે છે.
લોકો વધુને વધુ જે ઠંડક આપતા ઉપકરણો છે તેની પસંદગી કરી રહ્યા છે અને વિવિધ કંપનીઓ દ્વારા પણ અનેક નવા મોડલો દરેક કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે જેની લોકો પસંદગી કરે છે ત્યારે આજે આપણે એ વાત જાણીશું કે ખરા અર્થમાં લોકો માટે કયા ઉપકરણો હિતાવહ છે અને લોકોએ કઈ વસ્તુની તકેદારી રાખવી જોઈએ. ભારતમાં, જ્યાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે ત્યારે કૂલર જ એક મહત્વપૂર્ણ ગેજેટ આપણને મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં કુલર કેવી રીતે ખરીદવું? હકીકતમાં, આપણે આવી વસ્તુઓ ખરીદતી વખતે આપણી જરૂરિયાતને ભૂલી જઈએ છીએ અને આપણે ખૂબ મોટું, ખૂબ નાનું અથવા એવું કુલર ખરીદીને લાવીએ લાવીએ છીએ જે આપણા રૂમ કે ઘર પ્રમાણે યોગ્ય નથી.
જ્યારે પણ તમે એસી લો છો ત્યારે તમને કહેવામાં આવશે કે એસી ઇન્વર્ટર અથવા નોન-ઇન્વર્ટર એસી હોઈ શકે છે. ચાલો જાણીએ કે બંને વચ્ચે શું તફાવત છે. જો તમે નોન-ઇન્વર્ટર એસી લો છો તો તેનો અર્થ એ છે કે તેનું કોમ્પ્રેસર એક નિશ્ચિત ઝડપે કામ કરે છે અને તેને ચાલુ કરી શકાય છે અથવા તો બંધ કરી શકાય છે. ઇન્વર્ટર એસી વધુ મોંઘા હોય છે પરંતુ તેમાં એસીનું તાપમાન નિયંત્રિત કરવું ખૂબ જ સરળ બની જાય છે અને તેના દ્વારા એસીનો ઉપયોગ કોઈપણ મુશ્કેલી વિના કરી શકાય છે.
ન્યૂનતમ ટેકનોલોજીએ ગ્રાહકોને ઘેલું લગાડ્યું:પરેશભાઈ બારોટ
વિજય ઇલેક્ટ્રોનિક ના પરેશભાઈ બારોટે જણાવ્યું કે, ગ્રાહકોને એર કન્ડિશન અને રેફ્રિજરેટરમાં અવનવા ફીચર્સએ ઘેલું લગાડ્યું છે ગ્રાહકોને તેનો ખૂબ સારો ફાયદો મળે છે પુલિંગ અને ફેસેલિટીમાં શ્રેષ્ઠ સગવડો પૂરી પાડતા દરેક કંપનીએ પોતાના મોડલ ને અપડેટ કરી માર્કેટમાં મૂક્યા છે.પાવર કંઝપ્શનમાં લોએસ્ટ એસી વિજય ઇલેક્ટ્રોનિક્સ માં ઉપલબ્ધ છે. ડ્યુઅલ ઇન્વેટર એ પ્લસ ટેકનોલોજીના એસી ગ્રાહકોને ખૂબ પસંદ પડી રહ્યા છે બહારના વાતાવરણ અનુરૂપ અંદરનું કુલિંગ એડજસ્ટમેન્ટ કરે છે
અધ્યતન ટેકનોલોજીથી સુસજ એર કન્ડિશન હાલ લોકોને મળી રહ્યા છે.સ્લીટ સિવાય,હાઇડેબલ,ડક ટેબલ જેવી વિશાળ રેન્જમાં એર કન્ડિશન ઉપલબ્ધ છે. ગ્રાહકોને રૂમ સાઈઝ એસીનું ખરીદવાનું સજેશન અમારા થકી કરવામાં આવે છે. રેફ્રિજરેટરમાં ખૂબ વિશાળ રેન્જ ગ્રાહકોને જોવા મળે છે ક્ધવર્ટેબલ અને બિલ્ટીન વાઈફાઈ વાળા રેફ્રિજરેટરની ગ્રાહક માં ખૂબ ડિમાન્ડ.વાઇફાઇ એ રેફ્રિજરેટરમાં શ્રેષ્ઠ ફીચર્સ છે.
સુપર કોલિંગ આપતા કુલરની વધુ ખરીદી ગ્રાહક કરે છે:કવલજીતસિંઘ
સેન્ડી ઇલેક્ટ્રોનિકસના કવલજીતસિંઘે જણાવ્યું કે, સેન્ડી પોતેજ વિશાળ રેન્જમાં કુલર નું મેન્યુફેક્ચરિંગ કરે છે.1800થી માંડી 15000ની કિંમત સુધીના સુધીના કુલર બનાવે છે. ઘર વપરાશ કોમર્શિયલ વપરાશના કુલ 40 જેટલા મોડલ સેન્ડી મેન્યુફેક્ચરિંગ કરે છે.કાળઝાળ ગરમીમાં એસી જેવા જ કુલિંગ મળી રહે તેવા કુલરની ખરીદી ગ્રાહકો કરતા હોય છે. અમારા 8 થી 10 મોડલ જે સુપર કુલિંગ તરીકે ઓળખાય છે.માત્ર ઘરમાં જે બારી રહે છે તેને ખુલ્લી રાખવી પડતી હોય છે. કોપર વાયરીંગ દ્વારા અમારા ફેન પણ ખૂબ લોકો ને પસંદ પડી રહ્યા છે સીલીંગ ફેનમાં પણ અમે અમારું પોતાનું પ્રોડક્શન કરી છીએ. 390 આરપીએમ પ્યોર કોપર વાયરીંગ માં બનાવવામાં આવે છે. સીલીંગ ફેનમાં પીસ ટુ પીસ ની બે વર્ષની ગેરંટી આપવામાં આવે છે.લોકો 365 દિવસ સીલીંગ ફેનની ખરીદી કરે છે.
ઇન્વેટર તરફ ગ્રાહકો વળ્યા છે: જગજીતસિંઘ સુચરીયા
સરદાર ઇલેક્ટ્રોનિકના ઓનર જગજીતસિંઘ સુચરીયાએ જણાવ્યું કે,ગ્રાહકો હાલ ઇન્વેટર તરફ વળ્યા છે. ઇન્વેટર તરફ વળવામાં ગ્રાહકોને સારા ફીચર્સ મળી રહ્યા છે જેમકે વાઇફાઇ,ડોક્ટર એસી જેવી અનેક સુવિધા મળે છે. મોટા આઉટડોર ઈન્દોર એર કન્ડિશનર જે વધુ સારી કુલિંગ વાડી હવા ફેકે છે, ગ્રાહકોને સારા ભાવમાં એમસ્ટેડ એસી ખૂબ પસંદ પડી રહ્યું છે તેના ફીચર્સ પણ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે.
એમસ્ટેડ એસી મા પાંચ જાતના ફીચર્સ તેમજ અઢળક સુવિધાઓ મળી રહે છે.31 હજારના એક ટનના એસી થી માંડી ગ્રાહકોને હાઈ રેન્જના એસી મળી રહે છે. હાયર,એલજી,સેમસંગ,લોએડ સહિતનાના રેફ્રિજરેટરનો અમારી પાસે ઉપલબ્ધ છે.50 ટકા ઉપરનો ધંધો ફાઇનાન્સ ઉપર થતો હોય છે.અમારી પાસે દરેક ફાઈનાન્સિયલ સ્કીમનો લાભ ગ્રાહકોને મળી રહે છે.ગ્રાહકો ને સંતોષકારક કસ્ટમર સર્વિસ પૂરી પાડવા અમે ગ્રાહકોની કમ્પ્લેન ને કંપની સુધી જાતે પહોંચાડી છીએ.આફ્ટર સેલ્સ બાદ પણ ગ્રાહકોનું ફોલોક લેવામાં આવે છે હેપી કસ્ટમર કોલ પણ અમારા સ્ટાફ મેમ્બરો દ્વારા કરવામાં આવતો હોય છે.
પાવર સેવિંગ અને ઝડપી કુલીગ ગ્રાહકોની વધુ જરૂરિયાત:રાજેશભાઈ મહેતા
કિરણ ઇલેક્ટ્રોનિકના ડાયરેક્ટર રાજેશભાઈ મહેતાએ જણાવ્યું કે, વર્ષ 2013ના LGના નવા એરકેન્ડીશન માર્કેટમાં અન્ય મોડલોથી અલગ છે. એલજીની નવી સિરીઝમાં 40 ઇંચ જેવી સાઈઝ આપી છે.જે કુલિંગ પ્રોપર કરી આપે છે. ગ્રાહકો એસીની ખરીદી કરતા સમયે પાવર સેવિંગ અને કુલિંગ ઝડપી કેવી રીતે મળે આ બે વસ્તુની મેજર
ગ્રાહકોની જરૂરિયાત રહે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખી કંપનીએ ડ્યુલ ઇન્વેટર એર કન્ડિશન મોડેલ બહાર પાડ્યા છે. હાલ તમામ મોડેલ ડ્યુલ ઇન્વેટર ટેકનોલોજી સાથે આવી રહ્યા છે. એલજીમાં ઓલ સીઝન એર કન્ડિશન બહાર પાડવામાં આવ્યા છે.ઉનાળામાં કુલિંગ,શિયાળામાં ગરમ હીટર તેમજ ચોમાસામાં મોનસુન ફેક્ટર તરીકે કાર્ય કરે છે. ગ્રાહકો હવે ત્રણે સિઝનમાં એર કન્ડિશન ચલાવી શકે છે.ગ્રાહકોનું ઇન્વેસ્ટમેન્ટ માત્ર ઉનાળા પૂરતું નહીં રહે ત્રણેય સીઝન માટે એસી ઉપયોગી બન્યું છે.એલજી એકમાત્ર એવી બ્રાન્ડ છે જે તમામ પાર્ટસ એર કન્ડિશનના જાતે બનાવે છે. એલજીની પ્રોડક્ટ ગ્રાહકોને લાંબો સમય ઉપયોગી બને તેવી રીતે બનાવવામાં આવે છે.
ઔદ્યોગિક એકમોની જરૂરિયાતને ધ્યાને લઈ હિમાલયા ઉપકરણો બનાવે છે : રવિભાઈ ડોડીયા
હિમાલયા રેફ્રિજરેશનના રવિભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે હાલ ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે ઠંડક મેળવવા માટે લોકો વિવિધ ઉપકરણોના ઉપયોગ કરતા હોય છે એવી જ રીતે ઉદ્યોગિક એકમોમાં પણ ઠંડી મળતી રહે તે માટે વિવિધ કુલરો,વોટર કુલર ચીલીંગ મશીનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. પરંતુ તેઓને ક્યાં પ્રમાણમાં તેની જરૂરિયાત છે
તે જરૂરિયાતને સમજીને જ ઉપકરણો બનાવવામાં આવે છે. માં તેઓએ જણાવ્યું હતું કે હિમાલયા રેફ્રિજરેશન છેલ્લા ઘણા વર્ષોથી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે કંપનીનો હેતુ એ જ છે કે તારી ગુણવત્તા વાળા ઉપકરણો આપવામાં આવે. આગામી દિવસોમાં હિમાલયા રેફ્રિજરેશન વિશ્વના અનેકવ દેશોમાં નિકાસ કરવાની સાથો સાથ ભારતમાં પોતાનો વર્ચસ્વ ઉભું કરવા માટે કાર્ય કરી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આફ્ટર સેલ સર્વિસ પણ કંપનીની શાખને વધારે છે.