ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે આધારભુત સંરચના ઉપલબ્ધ પૂર્વ જાપાનીઝ રાજદૂત હિરોશી હિરાબાપાશી
ગુજરાતમાં બિઝનેસ ધરાવતી જાપાનીઝ કંપનીઓને વધુ પ્રોત્સાહીત કરવા એક અલગ ઔદ્યોગિક એકમ રાજયમાં સ્થપાન તેવી માંગ ભારતમાં જાપાનના પૂર્વ રાજદુત હોરીશી હિરબાપાશીએ કરી છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં ઔદ્યોગિક જગતના ઉચ્ચ વિકાસમાં જાપાનની કંપનીઓનો રસ વધારવામાં આવે અને તેમને પ્રોત્સાહન બળ પુરુ પાડવામાં આવે.
તાજેતરમાં અમદાવાદ ખાતે ‘ઇન્ડીયા ધ લાસ્ટ સુપરપાવર’નામનો ટોકશો યોજાયો હતો. જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સંયુકત રીતે યોજાયેલા આ ટોકશોમાં હીરોશી હિરબાયાશીએ હાજરી આપી હતી કે જેઓ હાલ, ટોકયોમાં સ્થિત જાપાન ઇન્ડિયા એસોસિએશનના પ્રમુખ છે.
હીરબાયાશીએ ટોકશોમાં કહ્યું કે, આજે ગુજરાતમાં ૧૦૦ જેટલી જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે. અને હવે તેને ગુજરાતમાં કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે એક સેન્ટરની જરુર છે. કે જેના મારફતે જાપાનીઝ કંપનીઓ અને સરકાર વચ્ચે એક કડી સંધાય તેઓએ વધુમાં કહ્યું કે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી બોડી હૈદરાબાદ, ચેન્નાઇ, અને બેગ્લોર સહીતના ભારતના અન્ય સ્થળોએ અગાઉથી જ વિસ્થાપીત છે તો પછી ગુજરાતમાં પણ થાય.
હીરબાયાશીએ અંતમાં જણાવ્યું કે ઝડપી વિકાસ સાંધી રહેલા ભારતના રાજયોમાં ગુજરાતનો સમાવેશ છે. ગુજરાત નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. તેમાં જાપાની કંપનીઓ રોકાણ કરી રહી છે. અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે રોકાણમાં જાપાનીઝનીઓ આગળ આવી છે. કારણ કે ઉઘોગોના વિકાસમાં આવશ્યક આધારભૂત સંચના ગુજરાતમાં ઉપલબ્ધ છે.