કોઠારીયા ગામના સરપંચે કરી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજુઆત
કોઠારીયા ગામથી ટંકારા જવાનો ૮ કીમીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ગામના સરપંચે આ રોડ નવો બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજૂઆત કરી હતી.
કોઠારીયા ગામના સરપંચે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજુઆતમાં જણાવ્યું કે કોઠારીયા ગામના લોકોને અવાર નવાર કામ સબબ ટંકારા જવાનું હોય છે. ત્યારે કોઠારીયા થી ટંકારા સુધીનો ૮ કિલોમીટર નો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવથી લોકોને ભારે મુશ્કેલી પડે છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જતા પદયાત્રીઓ માટે આ રસ્તો ટૂંકા અંતરનો છે. તેઓ આ રસ્તેથી જ જતા હોય છે. આ યાત્રીઓને પણ મુશ્કેલી પડતી હોય છે. જેથી કોઠારીયા ગામથી ટંકારા સુધીનો નવો રોડ બનાવવાની માંગ છે.