જતવાડના નામચીન શખ્સ અને માલવણ ટોનાકાના સીક્યુરીટી કોન્ટ્રાક્ટ ધોળામુન્ના ઉફેઁ નશીબખાન જીવાજી મલેકનુ ગત 26એપ્રીલના રોજ શંકાસ્પદ મોત થયુ હતુ જે બાબતે ફરીયાદ કરી એમપી પાસીઁગના ચાર અજાણ્યા ટ્રકો વિરુધ્ધ ફરીયાદ હાથ ધરાઇ હતી. ફરીયાદના કલાકોમા જ એમપી પાસીઁગના આ શંકાસ્પદ ટ્રક ચાલકોને ઝડપી પડાયા હતા જ્યારે ટ્રકોનો કબ્જો પણ જીલ્લા એલ.સીબી દ્વારા તાલુકા પોલીસને સોપી દેવાયો છે.
ત્યારે પોલીસ દ્વારા હજુ સુધી આ ટ્રક ચાલકોની પુછપરછ શરુ હોવાની વાત કરતા 48 કલાક જેટલો સમય વિતાવી દીધો છે પરંતુ પોલીસની ઇનક્વાયરી પુરી થવાનુ નામ નથી લેતી ત્યારે જતવાડના આ નામચીન ધોળામુન્નાના મોત મામલે તેઓના પરીવારજનો દ્વારા તટસ્થ અને ન્યાયીક તપાસની માંગ સાથે ધ્રાગધ્રા તાલુકા પોલીસને રજુવાત કરાઇ હતી.
જેના ધોળામુન્ના ઉફેઁ નશીબખાનના તમામ સ્વજનો તથા પરીવારજનો આજે ધ્રાગધ્રા પોલીસ સ્ટેશને આવી પીઆઇ રાઠવાને મૌખીક રજુવાત કરી હતી જેમા મૃત્યુ પામનાર નશીબખાનના સગાબેન દ્વારા જણાવ્યુ હતુ કે તેઓના ભાઇના મોતને આજે ચારેક દિવસ થઇ ચુક્યા છે તથા અકસ્માત કરેલા ટ્રક ડ્રાઇવરોને પકડી પાડ્યાને પણ ઘણો સમય વિતી ગયો છતા પોલીસ દ્વારા ખુલાશો કેમ કરવામા આવતો નથી ? સાથે નશીબખાન મલેકનુ મોત શંકાસ્પદ હોય અને આ કેસ અકસ્માતનો નહિ પરંતુ ષડયંત્ર કરી હત્યાનુ પહેલાથી જ કાવતરુ ઘડાયા બાદ જ બદ ઇરાદો પાર પડાયો હોવાનુ જણાવ્યુ હતુ.
જ્યારે નશીબખાન મલેકના દિકરી રીંકુ દ્વારા ધારદાર રજુવાતમા જણાવાયુ હતુ કે પોતાના પિતાની મોતની તપાસ ન્યાયીક થાય તથા આ બનાવ અકસ્માતમા ખપાવવા માટે કોશીસ ન થાય પોલીસ તેની કાળજી રાખે અન્યથા તેઓને અહિંસક આંદોલનો કરવા પડશે જેથી પોલીસ પાસે હાલ નશીબખાન મલેકના તમામ પરીવારજનો ન્યાયીક તપાસની માંગ કરી શાંતિ પુવઁક રજુવાત કરી હતી.
ત્યારે પીઆઇ રાઠવા દ્વારા પણ આશ્વાસન અપાયુ હતુ કે પોલીસ દ્વારા આ કેસની જીણવટ ભરી તપાસ કરી તેઓને ન્યાય મળે તે માટે પુરી કોશીસ કરવામા આવશે. ન્યાયીક તપાસની રજુવાત માટે મૃત્યુ પામનાર નશીબખાન મલેકના સગા બહેન બીલકીસબેન, રીંકુબોન મલેક(દિકરી), ઇદ્રીશખાન , યુનુશખાન હયાતખાન, સિકંદરખાન અયુબખાન સહિતનાઓ તમામ ગેડીયા ગામના સ્વજનો મોટી સંખ્યામા હાજર રહી રજુવાત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com