વિશાળ સંખ્યામાં વકીલોએ રેલી યોજી ડિસ્ટ્રીકટ જજને કરી લેખીતમાં કરી રજૂઆત
અબતક,રાજકોટ
કોરોના ની ત્રીજી લહેર ની શરૂઆત થતાં હાઇકોર્ટ દ્વારા એસોપી બહાર પાડી રાજ્યની તમામ અદાલતો ની ફીજીકલ કામગીરી બંધ કરી અને વર્ચ્યુલ કામગીરી ચલાવવાના કરેલા હુકમ બાદ કોરોનાના કેસ ધીરે ધીરે ઘટતા જતા હોવાથી રાજકોટ ની અદાલતમાં ફિઝિકલ કામગીરીનો પ્રારંભ કરવા બાર એસોસિએશન દ્વારા રેલી કાઢી ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ અદાલતો માતાજી કલ કામગીરી બંધ કરી દશિિીંહ કામગીરી હાથ ધરવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. બાદ રાજ્ય ના વકીલ મંડળો દ્વારા બાર કાઉન્સિલ અને હાઇકોર્ટની કરેલી રજૂઆત બાદ હાઇકોર્ટ દ્વારા જે શહેરોમાં સૌથી ઓછા કેસ આવતા હોય ત્યાં ફિઝિકલ કોર્ટ ચાલુ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ ઓફિસ ધંધા-રોજગાર ધમધમતા હોવાથી અને કોરોના ના કેસ ઘટતા જતા હોવાથી રાજકોટ ની અદાલતોમાં પ્રત્યક્ષ કામગીરી ની માંગ સાથે રાજકોટ બાર એસોસિએશન દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે અદાલતના કપાટ ખોલવાની માગણી કરવામાં આવી છે.
બાર એસોશીએશનના થયેલા ઠરાવના અનુસંધાને આજરોજ ચીફ જસ્ટીસ ગુજરાતને ફીજીકલ કોર્ટ અને કોર્ટ કંપાઉન્ડમાં પ્રવેશ કરવા અંગે ડીસ્ટ્રીકટ જજને રેલી સ્વરૂપે વકીલ ઓ ઉપસ્થીત રહેલા અને બેનર દર્શાવી અને સુત્રોચાર કરી લેખીતમાં આવેદનપત્ર પાઠવેલું ડીસ્ટ્રીકટ જજ એ તાત્કાલીક કોર્ટ ચાલુ કરવા અંગે સહકારની ખાત્રી આપેલી અને આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટના તમામ બાર ક્રિમીનલ બાર એસો., રેવન્યુ બાર એસો., રેલ્વે બાર એસો., જુનીયર એડવોકેટ એસો., એમ.એ.સી.પી. બાર એસો., મહીલા બાર એસો., ઈન્કમટેક્ષ અને જીએસટી બાર એસો. સહિત તમામ બાર એસોશીએશનના પ્રમુખ અને સેક્રેટરી ઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
આ કાર્યક્રમમાં મહીલા બાર ના કારોબારી સભ્ય ચેતના કાછડીયા, મહીલા વકીલ વિણા કોરાટ, નેહા જોષી, શકુંતલા પરમાર, મીતલ સોલંકી, નમીતા કોઠીયા, રેખા પટેલ, જાગૃતિ કેલૈયા, કલ્પના ખોલીયા, ડીમ્પલ મોદી, રીતીકા ઝાલા, મનિષા પોપટ, અલ્કા પંડયા, ભુમિકા પટેલ, રશ્મી જોષી, દિવ્યા પ2મા2 , બાર એસોશીએસનના સીનીયર વકીલ અનિલભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, ગીરીશભાઈ ભટ્ટ, કમલેશભાઈ શાહ, દિલીપભાઈ જોષી, સંજયભાઈ વ્યાસ, જતીન ભટ્ટ, નરેન્દ્રસિંહ ચાવડા, રાજેશ મહેતા, અજય જોષી, તુષાર બસલાણી વિગેરે હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બાર એસોશીએસનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝ22 જીતેન્દ્ર પારેખ, લાયબ્રે2ી સેક્રેટરી સુમીત વોરા , કારોબા2ી સભ્યો અજય પીપળીયા, મનીષ પંડયા, મોનીશ જોષી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા અને નૈમીષ પટેલ સહિત વકીલોનો આભાર વ્યકત કર્યો છે.
કોરોના કાબુમાં આવતા કોર્ટો શરૂ કરવા દિલીપ પટેલની અપીલ
બાર કાઉન્સીલનાં પુર્વ ચેરમેન દીલીપ પટેલે ગુજરાત હાઈકોર્ટના ચીજ જસ્ટીસને પત્ર લખી અને હાલમાં ગુજરાતમા કોવીડના કેસ નિયંત્રણમાં હોય , સમગ્ર રાજય કાર્ય કરી રહેલ હોય અને ગુજરાત સરકારે ધોરણ -1 થી 7 ના વિદ્યાર્થી માટે પણ સ્કુલ શરૂ કરવાનો નિર્ણય કરેલ છે ત્યારે વકીલો વિદ્યાર્થી કરતા મોટા છે અને નિયમો સમજી શકે છે. શહેરોમાં અનેક વખત ફીઝીકલ કોર્ટો શરૂ ક2વા રજુઆતો કરવામા આવેલ છે , હાલમાં શહેરોમાં રોગચાળો કાબુમા હોય , તમામ લોકો કામ કરી રહેલ હોય , સ્કુલ , મોલ , સીનેમા ખુલ્લા હોય , રાજકીય શૈલીમાં 1000 , લગ્નમા 300 ની મર્યાદા હોવા છતા માત્ર ફીઝીકલ કોર્ટોમા કામ બંધ હોય , જુનીય2 વકીલોની વેદના સમજી તાત્કાલીક કોર્ટ શરૂ ક2વા અપીલ કરી છે .