સિંચાઇના અભાવે પાક નિષ્ફળ ગયો હોવાથી ૧૦૦ ટકા પાક વીમો જાહેર કરવાની માંગ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાવણીના વરસાદ પછી કુદરત નારાજ હોય એમ એકપણ સારો વરસાદ થયો નથી જીલ્લામાં કોઇ મોટો ડેમ કે નહીં કે જેમાંથી સિંચાઇ થઇ શકે તેની સામે દેવભુમિ દ્વારકા જીલ્લાના મુખ્ય પાક મગફળી અને કપાસ છે અને બન્ને પાકો પર જ આધારીત છે એમના નિશ્ચીત સમયે એમને પાણી મળવું જરુરીય છે.

પરંતુ જીલ્લામાં પડેલા વાવણીના એક વરસાદ બાદ એક પણ સાર્વત્રિત વરસાદ ન પડતા ખેડુતોને પડયા પર પાટુ સમાન સ્થીતી ઉભી થઇ છે એક બાજુ મોધા બીરાયણ, ખાતર, રાસાણીક, દવાના ખર્ચ કર્યાને વરસાદ તો થયો નહી ને ઉ૫રથી દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા નહી. એટલે ખેડુતોને તો ડબલ માર પડયો છે.

ત્યારે દેવભુમિ દ્વારકા જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ૧૦૦ ટકા વીમો આપવાની માંગ સાથે ખેડુતો હિત રક્ષક સમીતી દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.ખેડુતો આ રજુઆત કરવા દંડવત કરીને કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને જીલ્લા કલેકટર સમક્ષ માંગણી મુકી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.