સુરેન્દ્રનગર પંથકના ગ્રામ્ય વિસ્તારની રેલ સુવિધા વધુ લોકભીમુખ કરવા સાંસદ મુજપરાએ રેલ મંત્રીને પત્ર પાઠવ્યો
સુરેન્દ્રનગ પંથકમાં રેલ સુવિધાને વધુ લોકભોગ્ય અને નવી લોકલ ટ્રેન શરુ કરવા લોકોએ સામુહિક રીતે સાંસદ ડો. મુંજપરાને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી માંગ કરી છે કે સુરેન્દનગર , વઢવાણ, જોરાવરનગર, લીંબડી, ચુડા, રાણપુર અને બોટાદ વિસ્તારના સ્થાનિક વેપારી, પ્રાઇવેટ ધંધાદારી, વિઘાર્થીઓ, પ્રાઇવે ગર્વમેન્ટ નોકરીયાત ઉપરાંત સ્થાનીક લોકોને સામાજીક તથા વ્યવહારીક કામો અર્થે આવા જવા માટે સુરેન્દ્રનગરથી સવારે બોટાદ તરફ જવા માટે સવારે 7 થી 8 ના સમયગાળા એકપણ લોકલ એકસ્ટ્રેસ ટ્રેઇન ઉપલબ્ધ ન હોવાથી સ્થાનીક લોકોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડતી હોવાથી સુરેન્દ્રનગરથી સવારે 7 થી 8 લોકલ ટ્રેનઇ , ડેમુ ટ્રેન શરુ કરી, બાંન્દ્રા નો જુનો સમય 7.37 સવારે થયાવત રાખવો, બોટાદથી 6 થી 7 સાંજે લોકલ ડેમુ સુરેન્દ્રનગર તરફ ટ્રેઇન શરુ કરવા માંગ કરી છે. લોક માંગ મુજબની સુવિધા આપવા સાંસદ ડો. મુંજપરાએ રેલવે મંત્રી દર્શના જશદોશીજીને પત્ર પાઠવી માંગ કરેલ છે.