Abtak Media Google News

કયામતની તારીખની પુષ્ટિ થઈ ગઈ હોય તેવું લાગે છે. નાસાની કાલ્પનિક કવાયત દ્વારા રજૂ કરાયેલ ડેટા અને અહેવાલો પૃથ્વીના અસ્તિત્વ માટે ખૂબ જ ટૂંકી સમયમર્યાદા આપે છે. જાણવા માટે વાંચો આ સંપૂર્ણ સમાચાર…

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ એક કાલ્પનિક ટેબલટૉપ એક્સરસાઇઝના રિપોર્ટમાં જણાવ્યું છે કે એક સંભવિત ખતરનાક એસ્ટરોઇડ એટલે કે સ્ટીરોઇડ પૃથ્વી પર ટકરાવાનો છે અને આ વખતે અમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર નથી.

આ વિશાળ સ્ટીરોઈડ સાથે અથડામણની સંભાવના 72% છે. જો કે નજીકના ભવિષ્યમાં આવા કોઈ સ્ટીરોઈડની ઓળખ કરવામાં આવી નથી, પરંતુ આગામી 14 વર્ષમાં આ અજાણ્યા સ્ટીરોઈડનો સામનો કરવો પડી શકે છે. નાસાના આ રિપોર્ટમાં દર્શાવેલ તારીખ પ્રમાણે આ સમય 14.25 વર્ષમાં આવવાનો છે અને તેની તારીખ હશે – 12મી જુલાઈ 2038.

નાસાના સત્તાવાર અહેવાલ અનુસાર, તેણે એપ્રિલમાં પાંચમી પ્લેનેટરી ડિફેન્સ ઇન્ટરએજન્સી ટેબલટોપ પ્રેક્ટિસ હાથ ધરી હતી. 20 જૂને નાસાએ જોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરી (APL) ખાતે આયોજિત આ રિહર્સલ વિશે માહિતી આપી હતી. જ્યારે આ ટેબલટોપ એક્સરસાઇઝ કરવામાં આવી ત્યારે નાસા ઉપરાંત યુએસની વિવિધ સરકારી એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કુલ 100 નિષ્ણાતો સામેલ થયા હતા.

ટેબલટૉપ કવાયતના સારાંશમાં જણાવવામાં આવ્યું છે કે કવાયત દરમિયાન, સહભાગીઓએ અનુમાનિત દૃશ્ય માટે એક અનોખું વાતાવરણ બનાવ્યું જેમાં પહેલાં ક્યારેય ન ઓળખાયેલ સ્ટીરોઈડની ઓળખ કરવામાં આવી હતી. આ અંગે કરવામાં આવેલી પ્રાથમિક ગણતરી મુજબ, તે લગભગ 14 વર્ષની અંદર 12 જુલાઈ, 2038ના રોજ ટકરાશે. જો કે તે કેટલું મોટું હશે, તેની રચના અને લાંબા ગાળાના માર્ગ શું હશે તે હજુ સ્પષ્ટ નથી.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર કવાયત પૃથ્વીની આવા ખતરાનો સામનો કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવી હતી. વોશિંગ્ટનમાં નાસા હેડ ઓફિસના પ્લેનેટરી ડિફેન્સ ઓફિસર લિન્ડલી જ્હોન્સને જણાવ્યું હતું કે, “એક મોટી સ્ટીરોઈડ કદાચ એકમાત્ર એવી કુદરતી આપત્તિ છે કે જેની આગાહી કરવા માટે માનવીઓ પાસે ટેક્નોલોજી છે અને તેથી મનુષ્ય તેને રોકવા માટે તકનીકી માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે.” નોંધનીય છે કે નાસાના ડાર્ટ (ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ) મિશનના ડેટાનો ઉપયોગ કરવાની આ પ્રકારની પ્રથમ કવાયત હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.