૪૮ લાખ કર્મચારીઓ, ૬૫ લાખ પેન્શનરોને થશે ફાયદો

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચરીઓ અને પેનશનરો માટેના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થાનો આ વધારે પશ્ર્ચાદ અસરથી ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ચૂકવાશે.

આ અંગે માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સરકારે ૪ ટકાનો વધારો મંજૂર કર્યો છે. કેન્દ્રીય કેબીનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ૪ ટકા વધારા સાથે ૨૧ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવા નિર્ણય કર્યો છે.

6.saturday 1

સરકારના આ નિર્ણયથી ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને લાભ થશે. ૪ ટકાનો વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં થયેલાઆ વધારાથી સરકારને રૂા.૧૪૫૯૫ કરોડનો વધારાનો ખર્ચ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.