વેક્સીનેશનની શોધ પછી પણ ‘શાંતી’ નથી!
કોલ્ડ સ્ટોરેજ, લોજીસ્ટીક સહિતનાં મુદ્દા માટે કેન્દ્રએ રાજયો પાસેથી ‘પ્લાન’ માંગ્યો
બામુલાઈઝ હોશિયાર… હાલ જે રીતે વૈશ્ર્વિકસ્તર પર કોરોનાનો કહેર વર્ષિ રહ્યો છે. ત્યારે આ બીમારીને નાથવા માટે અનેકવિધ દેશો દવા બનાવવા માટે પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. આ સમયમાં બનાવવામાં આવેલી સ્પુટનીક-વી રસી માટે રશિયાએ ભારત સાથે ભાગીદારી પણ કરી છે. પરંતુ પ્રશ્ર્નએ છે કે, ભારતમાં વેકસીનેશનની શોધ પછી પણ નશાંતીથ નથી, ત્યારે પ્રશ્ર્ન એ છે કે કોરોનાની રસી લોકો સુધી કેમ પહોચાડવી, જે હાલ તંત્ર માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો છે. બીજી તરફ હાલનાં સમયમાં ઘણા એવા ઉદ્યોગો છે. જે આફતને અસસરમાં પલટાવી દેવા માટે સજજ છે. કોરોનાની રસી જયારે બજારમા આવશે તે સમયે કોલ્ડ સ્ટોરેજનો ધંધો ધમધમશે, જેમાં ગીધડાઓ રાહ જોઈ રહ્યા છે કે, કયારે તેમનો વ્યવસાય વધુને વધુ ફૂલે ફાલે કોવીડ વેકસીનને છેવાડાનાં ગામડાઓ સુધી પહોચાડવા માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરની પૂરતી જરૂરીયાત છે. જેને પહોચી વળવા માટે દેશ પાસે કોઈ જ પૂરતા સાધનો નથી.
કોવીડની રસીનો સંગ્રહ તથા તેની સંગ્રહ શકિતને લઈ ઘણી તકલીફો ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાની વેકસીનને જે ૮૦ ડીગ્રીએ રાખવી પડે તે સુવિધા હાલ દેશ પાસે જોવા મળતી નથી, એવી જ રીતે રસીનું પરીવહન કરવા માટે અતી આધુનીક પરિવહનની પણ એટલી જ જરૂર છે. ઘણી વખત એક જગ્યાએથી બીજી જગ્યા સુધી રસીને પહોચાડવા માટે યોગ્ય સાધનોની જરૂરીયાત રહેતી હોઈ છે.
સામે સંગ્રહ શકિત પણ એટલી જ જરૂરી છે. હાલ દેશમાં સંગ્રહ શકિતનો અભાવ જોવા મળતા તંત્ર માટે કપરા ચઢાણ એ છે કે સંગ્રહ શકિતનો વધારો કેવી રીતે કરવો હાલ ઘણી કંપનીઓ કોવીડ વેકસીન બનાવી રહી છે. ત્યારે ઘણી વેકસીન હ્યુમન ટ્રાયલ હેઠળ હોવાથી હજુ સુધી મંજૂરી મળેલ નથી ત્યારે જો દેશ આવનારા સમયમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ નહિ કરે, તો ઘણી તકલીફોનો પણ સામનો કરવો પડશે.