માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, પણ કેવું જીવે છે એ મહત્વનું છે. માનવી તેની સમગ્ર જિંદગી દરમિયાન કેટલા લોકોને મદદ રૂપી બને છે તે મહત્વનું છે. અહીંયા આપણે વાત કરવાના છીએ માનવી મૃત્યુ પામ્યા પછી પણ ઘણા લોકોને જીવનદાન આપી શકે છે. એવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક સ્વજનનું મૃત્યુ થતા તેને બીજા ઘણા લોકોને જીવનદાન આપ્યું છે.
સુરતના એક પરિવારે તેમના સ્વજનનું મૃત્યુ થતાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું હતુ. જેમાંથી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પોલીસની મદદ લેવાઈ હતી અને સુરત થી મુંબઈ સુધીની મુસાફરી કરીને હ્રદયને 30 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
શરીરના અંગનું અંગદાન કરીને સુરતના એક વ્યક્તિએ ઘણા લોકોને જીવન આપ્યું. આ વ્યક્તિએ પોતાના મૃત્યુ બાદ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનુ નક્કી કર્યુ હતુ તે પ્રમાણે તેમના અંગોનું દાન કરાયું હતું. આ અંગદાનથી કુલ 6 વ્યક્તિઓને નવુંજીવન મળ્યુ છે. આ વ્યક્તિના અંગોમાંથી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ કરવાનું હતુ. જેના માટે પોલીસે મદદ કરી હતી, અને ગ્રીન કોરીડોર બનાવીને સુરતથી 300 કિમીનું અંતર 92 મીનીટમાં કાપી હ્રદયને મુંબઈ પહોંચાડવામાં આવ્યું હતુ.
આ સાથે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને બીજી કિડનીનું દાન અમદાવાદમાં સારવાર લઈ રહેલ એક વિદ્યાર્થિનીમાં કરાયુ હતુ. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની 43 વર્ષિય વ્યક્તિમાં કરાયું હતું. આ અંગોને સુરતથી અમદાવાદ ઝડપથી પહોંચાડવા માટે પણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.