સ્વર્ગનો નજારો…: કુદરત અંગે કહેવામાં આવે છે કે, કોઈ વસ્તુની ઉણપ રાખે તો તેનું હજાર ગણુ વળતર આપી દે છે. ઉત્તર ભારતના ચીનની સરહદે મરૂ ભૂમિ કહેવામાં આવે છે પરંતુ વેરાન વગડો બરફાચ્છાદિત પહાડ અને સુમસામ વિરાન વગડામાં અદ્ભુત કુદરતિ સૌંદર્ય છુપાયેલું છે. લદ્દાખના ૨૫૦ કિ.મી.ના પરિઘમાં આવી કુદરતી સ્વર્ગીય સૌંદર્ય વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે.

બર્ફીલા પહાડ વચ્ચે કાળાભંમર રસ્તા…

ARMY1

ચીનની સરહદે મોટાભાગે લદ્દાખ વિસ્તારમાં કોઈ ફરકતું પણ નથી. બન્ને દેશો વચ્ચેના સંબંધોને લઈને આ રસ્તા પર જન અવર-જવર નહીં પરંતુ મીલીટરીની ગાડીઓ દોડતી જોવા મળે છે. વેરાન સૌંદર્ય વચ્ચે આ દ્રશ્ય વધુ ગમે તેવું હોય છે.

નીમ્મુ પદમ દરચાનો દુર્ગમ રસ્તો…

ARMY2

લદ્દાખના દુર્ગમ સહદીય વિસ્તારમાં ચીનની બોર્ડર પર ૨૮૩ કિ.મી.ના નીમ્મુ પદમ દરચા વિસ્તારમાં ૮.૮ કિ.મી. લાંબી વેધરપ્રુફ ટર્નલનું કામ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર દિવસોમાં તેનું ઉદ્ઘાટન કરશે.

બરફના પહાડો, રેતીના ઢગલા, વાદળાના ધુમાડા…

ARMY3

ચીનના સરહદ પર આંતર માળખાકીય સુવિધા માટે સંરક્ષણ મંત્રીની સંસદને મળેલી હિમાયત બાદ આ વેરાન વગડામાં ચહલ-પહલ વધી છે. દુર્ગમ વિસ્તારોમાં પણ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ભારતીય સેના દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.

ઝડપી પરિવહન માટે ચટ્ટાન જેવી મહેનત…

ARMY4

સરહદના રસ્તા, વિકાસ મંડળ બીઆરઓ દ્વારા ચીનની સરહદ પર પરિવહન સરળ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તસવીરમાં દેખાતુ માળખુ કોઈ રંગોળી નથી કે, આર્ટીસ્ટ દ્વારા ઉભી કરાયેલી આર્ટ ગેલેરી નથી, ચીનની સરહદ પર સુરક્ષા કવચ સાથેનો તૈયાર થઈ રહેલો રસ્તો આવો સુંદર નજારો આપે છે.

પહાડી બર્ફીલા વિસ્તારમાં દુર્ગમ સ્થિતિ વચ્ચે કુદરતનો સુંદર નજારો…

ARMY5

લદ્દાખને કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કર્યા બાદ ભારતે શરૂ કરેલી માળખાગત સુવિધાની કામગીરીનો ચીને વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના સચિવે ભારતની આ કામગીરીને ગેરબંધારણીય ગણાવી છે પણ અત્યાર સુધી દુર્ગમ અને અણમાનીતા રહેલા વિસ્તાર પર હવે ભારત માતાની કૃપા વરસવાનું શરૂ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.