ગુજરાતના લોકો ખાણી પીણીમાં મોખરે હોય છે એવામાં ખાવાના સોખીનો માટે અમે તમને લઈ જાશું એક સ્વાદિસ્ત સફરે. રાજકોટ હોય કે અમદાવાદ ગુજરાતી લોકોને ખાવાનું નામ આવે એટ્લે મોમાં પાણી આવીજ જતાં હોય છે. તો ચાલો આજે માણીએ ગુજરાતની એક સ્વાદિષ્ટ સફર.
કૃષ્ણનગરી દ્વારકામાં વર્ષોથી એક સમોસા વાળો 10 રૂપિયાની પર પ્લેટ સમોસાં બનાવે છે તેનું નામ વાકોલ સમોસા સેંટર છે. દ્વારકામાં આવેલ દરેક વ્યક્તિ વાકોલના સમોસા ખાધા વિના જતાં નથી . સાંજ પડતનીસાથે અહી ખૂબ મોટા પ્રમાણમા ભીડ થઈ જાય છે .સસ્તું છતાં ટેસ્ટિઅને તેમના કહ્યા મુજબ હેલ્થી. બાકી તો તમે દ્વારકા જાવ ત્યારેજ જોઈ આવજો.
અમદાવાદમા માણેક ચૌક , આમતો ત્યાં જ્વેલરી બજાર છે પણ સાંજ પડતની સાથે માણેક ચૌકમાં લારીઓ અને લોકોનીભીડથી માણેક ચૌક છલકાઈ ઊઠતો હોય છે. સવારે ચા સાથે આપડે ગઠિયા તો જોઈયે જ , આ ઉપરાંત ચા નું નામ આવતાની સાથેજ પેલું નામ યાદઆવે એવું ખેતલા આપા .
તમે સુરતી લાલા ના દેશમાં ગયા હોય તો લોચો ખાવાનું તો ભૂલીજ ન શકાય વળી સુરતમાં કોકો શેક પણ પ્રખ્યાત છે.
ભવનગરના ભૂંગળા બટેટા એટ્લે એકદમ તીખા અને લાલ લસણીયા બટાકા સાથે ભૂંગળા દુનિયાનું બેસ્ટ કોમ્બિનેસન. ઘણા લોકો તો સ્પેશિયલ ભૂંગળા બટેટા ખવાજ ભાવનગર જાય છે.