સામગ્રી
અમેરિકન મકાઈ – ૨૦ ગ્રામ
પાલક – ૩૦ ગ્રામ
સ્પ્રિંગ રોલ શીટ – ૪ નંગ
પ્રોસેસ્ડ ચીઝ જરૂર મુજબ
દૂધ જરૂર પ્રમાણે
રિફાઇન્ડ ફ્લોર – ૧૦ ગ્રામ
જાયફળ પાવડર – અડધી નાની ચમચી
ઓરેગાનો – અડધી ચમચી
ડુંગળી – ૨ ચમચી
લસણ – ૨ ચમચી
તમાલ પત્ર – ૧ નંગ
બટર – જરૂર મુજબ
મીઠું – સ્વાદ અનુસાર
સફેદ મરી પાવડર – અડધી ચમચી
ફ્રેશ ક્રીમ – જરૂર પ્રમાણે
ખાંડ – ૧ ચમચી
બનાવની રીત
સૌ પ્રથમ એક પેન ગરમ કરો ત્યારબાદ તેમાં થોડું બટર નાખી હલાવો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ઉમેરી એકાદ મિનિટ સાંતળો, ત્યારબાદ તેમાં ક્રશ કરેલી મકાઈ ,ઝીણી સમારેલ પાલક નાખી હલાવો. થોડીવાર બાદ તેમાં મીઠું , સફેદ મરી પવડર , ખાંડ ,ઓરેગાનો ,અને છીણેલું ચીઝ ઉમેરી હળવા હાથે હલાવો. આ તમામ સામગ્રી બરાબર મિક્ષ કરી તૈયાર થયેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢી લેવું. હવે રોલ તૈયાર કરવા માટે સ્પ્રિંગ રોલ શીટ લઈ તેની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મુકો ત્યારબાદ પલાળેલા રીફાઈન્ડ ફ્લોર શીટની કિનારીઓ પર લગાવો અને ચારે બાજુથી વાળીને રોલ તૈયાર કરો. આવી રીતે બીજા રોલ પણ તૈયાર કરવા . હવે એક પેન ગરમ કરી તેમાં થોડું બટર નાખી તૈયાર કરેલા રોલ વાર ફરથી શેલો ફ્રાય કરો. હવે રિલને એક પ્લેટમાં કાઢી વચ્ચેથી કાપો ત્યારબાદ તેના પર ચીઝ ફોન્દુ નાખી સર્વ કરો.
ચીઝ ફોન્દુ બનાવવાની રીત
એક પેનમાં ચીઝ અને ફ્રેશ ક્રીમ નાખી ગરમ કરો. બન્નેને સરખું હલાવો વધારે ગરમ કરવાનું નથી માત્ર થોડી જ વાર ગરમ કરો એટલે ચીઝ ફોન્દુ તૈયાર થઈ જશે. રોલ ઉપર ગરમ ગરમ સર્વ કરવું.