લાંચ આપનાર દવા કંપનીઓ સામે પગલા લેવાનો ડ્રાફટ ચાર વર્ષી અભેરાઈએ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉદ્બોધન દરમિયાન તબીબોની વિદેશ યાત્રાઓ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તબીબોને ફાર્મા કંપનીઓ વિદેશ જવા સ્પોન્સર કરતી હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તબીબોને લાંચ આપતી કંપનીઓ મુદ્દે ચર્ચા શરૂ ઈ છે. ચાર વર્ષ પહેલા ફાર્મા કંપનીઓની નૈતીકતા મામલે ફાર્માકયુટીકલ માર્કેટીંગ પ્રેકટીસ મુજબનો કાયદો ઘડવામાં આવ્યો હતો. જો કે હજુ આ કાયદો નિતી આયોગમાં ફસાયો છે.
દાવાઓના માર્કેટીંગમાં નૈતીકતા જળવાતી ન હોવાના આક્ષેપો અવાર-નવાર તા હોય છે. દવા કંપનીઓ તબીબોને લાંચ આપતી હોવાના દાવા પણ થાય છે. ઘણા તબીબો દવા કંપનીઓએ આપેલા પેકેજી વિદેશ યાત્રા કરતા હોય છે અવા મોંઘીદાટ ભેટ સોગાદો સ્વીકારતા હોય તેવી વાતો પણ થાય છે. આવા કેસમાં સ્ટેટ મેડિકલ કાઉન્સીલ અવા એમસીઆઈ તબીબો સામે પગલા ભરવા સર્મ છે. લાયસન્સ પણ રદ્દ ઈ શકે છે. જો કે, લાંચ આપનારી કંપનીઓ સામે પગલા લેવા માટે કોઈ કાયદા ની !
ફાર્માકયુટીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીતિ આયોગમાં અગાઉ ડ્રાફટ મોકલવામાં આવ્યો હતો. આ ડ્રાફટને તેના પહેલા કાયદા મંત્રાલયે રદ્દ કર્યો હતો. મોદી સરકાર સત્તા પર આવ્યાના છ મહિનામાં તમામ ઘટના બની હતી. જો કે, ચાર વર્ષ જેટલો સમય વિતી ગયા છતાં પણ દવા કંપનીઓ સામે પગલા લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. કોઈ તબીબ ભેટ લેતા પકડાય તો તેનું લાયસન્સ કેન્સલ ઈ શકે છે પરંતુ જો કોઈ દવા કંપની લાંચ આપતા પકડાય તો તેની સામે પગલા લેવાની કોઈ જોગવાઈ નથી.
ભારતની ટોપ-૨૦ ફાર્મા કંપનીઓના દાવાનુસાર ૪૬ ટકા દવાઓનું વેંચાણ ભારતમાં જ ઈ જાય છે. જયારે અન્ય ૬૦ ટકા દવાઓ વિદેશમાં મોકલવામાં આવે છે. ભારતમાં દવા કંપનીઓ લાગવગી તબીબો પાસે પોતાની પ્રોડકટ દર્દીઓને દેવા મજબૂર કરતી હોવાના આક્ષેપો થાય છે. સરકાર દવા કંપનીઓ ઉપર લાંચા આપવાના મુદ્દે હજુ સુધી કોઈપણ જાતના પગલા લઈ શકી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com