વર્તમાન આઈપીએલ સિઝનની ૫૨મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૩૪ રને હરાવી છે. દિલ્હીએ ચેન્નઈને ૧૬૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ ચેન્નઈની ટીમ છ વિકેટે ૧૨૮ રન જ બનાવી શકી હતી. જોકે દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગઈ છે. ટોસ હારીને પહેલા બેટિંગમાં ઊતરેલી દિલ્હીની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવી ૧૬૨ રન કર્યા હતા, જેના જવાબમાં ચેન્નઈની ટીમ છ વિકેટે ૧૨૮ રન જ બનાવી શકી હતી.

જીત માટે ૧૬૩ રનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ઊતરેલી ચેન્નઈની પહેલી વિકેટ સાતમી ઓવરમાં પડી હતી, જ્યારે શેન વોટસન ૧૪ રન બનાવીને અમિત મિશ્રાની બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચઆઉટ થયો હતો. ૧૦મી ઓવરના છેલ્લા બોલે હર્ષલ પટેલે અંબાતી રાયડુને આઉટ કરતા ચેન્નઈની બીજી વિકેટ પડી હતી. રાયડુ ૨૯ બોલમાં ૫૦ રનની ઉમદા ઇનિંગ રમ્યો હતો. તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સિઝનમાં રાયડુની આ ત્રીજી અડધી સદી હતી. ઉપરાંત વર્તમાન સિઝનમાં તે એક સદી પણ નોંધાવી ચૂક્યો છે.

સુરેશ રૈના આઉટ થતાં ચેન્નઈની ત્રીજી વિકેટ પડી હતી. તેને સંદીપ લમિચાએ શંકરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.રૈનાએ ૧૫ રન કર્યા હતા. ત્યાર બાદ તુરંત જ સીએસકેની ચોથી વિકેટ પડી હતી. અમિત મિશ્રાએ બિલિંગ્સને અભિષેક શર્માના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.બિલિંગ્સે પાંચ બોલમાં એક રન કર્યો હતો.

ત્યાર બાદ ધોની આઉટ થતાં ચેન્નઈની પાંચમી વિકેટ પડી હતી. કેપ્ટન ધોનીએ ૨૩ બોલમાં ૧૭ રન નોંધાવ્યા હતા.તેને બોલ્ટે અય્યરના હાથે કેચઆઉટ કર્યો હતો. જ્યારે ચેન્નઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ અણનમ ૨૭ રન બનાવ્યા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.