દેશની રાજધાનીમાં આ યુવાનને રોકાણકારે માર્કેટ મંત્ર જ બદલી નાખ્યો !
ડર કે આગે જીત હે પરંતુ તે જીત મેળવવા, સફળતા મેળવવા તે સપના પાછળ દોટ મૂકવી પડે છે. તેનો પુરાવો આ ર૮ વર્ષના યુવાન જતિન ખેમાણીએ આપ્યો છે. તેણે શેર બજારમાં ૯૦૦ ટકા રીટર્ન મેળવ્યું છે. આ પ્રેરણા તેમણે પીટર લીન્ચ, વન અપ ઓન વોલ સ્ટ્રીટ, વિબિયમ થોર્ડેકની ફિલિપ ફિશરનો સામાન્ય સ્ટોકસ અને અસામાન્ય નફો, સૌરભ મુખબજી જેવા અસામાન્ય અબજોપતિ પ્રસિઘ્ધ બિલિયોનેરના અંકો અને પુસ્તકો વાંચી મેળવી હતી. તેના જીવનનાં તબકકામાં પ્રથમ વખત ર૧ વર્ષની ઉમરમાં ૨૦૧૦માં સૌથી પહેલો સ્ટોક તેણે ખરીદયો હતો. તેમાના કેટલાક સ્ટોક તેના માટે મલ્ટીબેગર્સ સાબિત થયા હતા. જતિન ખેમાણીએ તેનું શિક્ષણ બેંગલોરની ક્રાઇસ્ટ યુનિવસીટીમાં ફાઇનાન્સમાં એમબીએ કરી મેળવ્યું હતું. સાથે દિલ્હી યુનિવસીર્ટીમાંથી તેમણે કોમર્સ ગ્રેજયુએશન મેળવ્યું.જતિન પોતાની ઓળખાણ ઇન્વેસ્ટર (રોકાણકાર) તરીકે આપી ભારતના વિકાસમાં સતત વધારો કરી રહ્યા છે. તેમનો દાવો છે કે વર્ષ ૨૦૧૭ સુધીમાં સેન્સેકસ ૧,૦૦,૦૦૦ ના આંકને સ્પર્શ કરશે. તેમનું માનવું છે કે સફળ રોકાણકાર બનવા માટે તમારે તમારા જીવનકાળ દરમીયાન થોડા યોગ્ય નિર્ણયો લેવાની જરુર હોય છે. તેઓ માર્કેટ કેપ બાયસેસમાં માનતા નથી. તેના કરતાં તેને નાના વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતો ધંધો વધુ મગજમાં બેસે છે. જતિનનું કહેવું છે કે હું એવી કંપનીઓને પસંદ કરું છું જે અનુકુળ આધાર ધરાવે છે. ઓછી જાણીતી છે. અને લધુત્તમ સંસ્થાકીય હોલ્ડિંગ ધરાવે છે.તેમની આટલી સફળતા પાછળ તેમનું દ્રષ્ટિકોણ અને મેનેજમેન્ટ છે. જતિન સેબી રજીસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર છે. તેમણે રોકાણ વિશ્ર્લેષણ અને પોર્ટફોલીયો મેનેજમેન્ટમાં સાત વર્ષનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. આ સિવાય તેઓ એક ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલીસ્ટ પણ છે. તેમણે ૨૦૧૪માં તેમની પેઢી સ્ટાલ માર્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સની શરુઆત કરી હતી મેનેજમેન્ટ બિઝનેશમાં મહત્વપૂર્ણ હિસ્સો છે. બિઝનેશ કોઇપણ હોય નાનો કે મોટો તે એક દિવસતો આગળ વધશે જ પરંતુ તે વિકાસ સતત વધતા ક્રમમાં થવો અનિવાર્ય છે. રોકાણ કરવું સરળ નથી પરંતુ તમે ધીરજવાન હોય અને આવડત ધરાવતા હોય તો સફળતાને રોકી શકાતી નથી. સુઝ, સમજ, ધગશ અને પરિશ્રમથી કોઇપણ ક્ષેત્રમાં સિઘ્ધી મેળવી શકાય છે. જતિને છેલ્લા ૪ વર્ષમાં ૯૦૦ ટકા રિટર્ન પરત મેળવી આ સાબિત કરી બતાવ્યું છે.
કરેક્શન વચ્ચે મેટલ્સ શેર્સમાં તેજી
મેટલ્સ શેરોએ છેલ્લાં પોણા બે વર્ષ દરમિયાન તેમના દેખાવમાં સાતત્ય જાળવ્યું છે. બ્રોડર માર્કેટ્સમાં વધ-ઘટ આવી છે પરંતુ મેટલ્સ શેરોએ નાનાં કરેક્શન્સ અને કોન્સોલિડેશન સાથે સુધારાની ચાલ જાળવી રાખી છે. હાલમાં અગ્રણી મેટલ શેરો તેમની છેલ્લાં કેટલાંક વર્ષોની ટોચ પર અથવા તો લાઇફ ટાઇમ હાઈ પર ચાલી રહ્યા છે.સમાન ગાળામાં નિફ્ટી ૬,૮૨૫ના સ્તરેથી સુધરીને ગુરુવારે ૯,૮૫૭ના સ્તરે બંધ રહ્યો હતો. અલબત્ત તેણે જુલાઈ આખરમાં ૧૧,૧૦૦ની સપાટી પાર કરી હતી. જ્યારે મેટલ ઇન્ડેક્સ ૧,૪૫૦.૪ના સ્તરેથી ઊછળી ગુરુવારે ૩,૪૧૪ના સ્તરે જોવા મળ્યો હતો. ગુરુવારે ટાટા સ્ટીલે રૂ.૬૩૯ની તેનાં છેલ્લાં ઘણાં વર્ષોની સર્વોચ્ચ સપાટીએ બંધ દર્શાવ્યું હતું.ફેબ્રુઆરી ૨૦૧૬માં શેર રૂ.૨૧૧ની તેની તળિયાની સપાટીએથી સતત સુધરતો રહ્યો હતો. ઊંચું વળતર દર્શાવનાર કેટલાક મિડ-કેપ મેટલ્સ શેર્સમાં જિંદાલ સ્ટેનલેસ (હિસ્સાર) (૫૬૫ ટકા), ગ્રેવિટા (૪૫૪ ટકા), પ્રકાશ ઇન્ડ (૪૪૯ ટકા), જેએસએલ (૪૪૧ ટકા), વેદાંત (૪૧૩ ટકા), સારદા એનર્જી (૪૦૨ ટકા), વીએસએસએલ (૩૩૯ ટકા), હિંદાલ્કો (૨૯૬ ટકા), કેએસએલ (૨૪૮ ટકા), મહાસિમલેસ (૨૧૮ ટકા)નો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ મેટલ્સ શેર્સ તેમની બેલેન્સશીટ્સમાં જંગી ઋણભારને કારણે મોટી વેચવાલીનો ભોગ બન્યા હતા અને મોટા ભાગના શેર્સ તેમના ૨૦૦૮-૦૯માં દર્શાવેલા તળિયાની નીચે ચાલી ગયા હતા અને એનાલિસ્ટ્સ મેટલ્સ શેર્સના ભાવિ વિશે ખૂબ જ નેગેટિવ અભિપ્રાય ધરાવતા હતા. જોકે વૈશ્વિક બજારમાં કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલા પ્રત્યાઘાતી સુધારા બાદ મેટલ ઉત્પાદકોનાં નસીબ સુધર્યાં હતાં અને રોકાણકારો પરત ફર્યા હતા અને તેઓએ ઝડપી અને સતત સુધારો દર્શાવ્યો હતો.