રોડ શોમાં જોડાતા હજારો કાર્યકરો: સિસોદીયાએ રણછોડદાસજી આશ્રમે દર્શન કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી અને રોડ શોનો પ્રારંભ કરાવ્યો
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઝંપોલાવતાની સાથે દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ઉ5સ્થિતિમાં ગઇકાલે એક રોડ શોનું આયોજન કર્યુ હતું. આ રોડશમાં 72 ઉમેદવારો સહિત હજારો ઉત્સાહી કાર્યકરો જોડાયા હતા.રોડ શોની શરૂઆત શ્રી રણછોડદાસજી આશ્રમ ખાતેથી કરવામાં આવી હતી. અને સિસોદીયાજીએ રણછોડદાસજી આશ્રમની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. આ તકે પ્રદેશ સંગઠન મંત્રી, અજીત લોખીલ અને શહેર પ્રમુખ રાજભા ઝાલાએ ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. તેમજ મનીષ સિસોદીયાએ રોડ શોના આરંભ પૂર્વે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરીષદમાં તેમણે ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહ અને જોમનો સંચાર કર્યો હતો. સિસોદીયાજીના આગમનથી પક્ષમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સિસોદીયાની ઉ5સ્થિતિથી પક્ષમાં જીતનો આશાવાદ સાથે વિશ્ર્વાસના પ્રાણ પૂરાયા હતા.પત્રકાર પરિષદને સંબોધતા સિસોદીયાએ જણાવ્યું હતું કે રાજયમાં 1000 જેટલી શાળાઓ બંધ કરાઇ છે. અને ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓની અગ્રણીઓની ખાનગી શાળાઓ છે. આ સાથે તેમણે દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના મોડેલ ગુજરાતમાં લવાશે અમલી બનાવાશે અને લોકોની સમસ્યા ઉકેલાશે, તેવો દાવો કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં આપના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ, જયદીપ રાજભા ઝાલા, નૈમિષાબેન અજીત લોખીલ વગેરે ઉ5સ્થિત રહ્યા હતા.