દિલ્હી-એનસીઆરમાં સોમવારે પ્રદૂષણનું સ્તર એખ જોખમી લેવલ પર પહોંચી ગયું હતું. સવારે ઈન્ડિયા ગેટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં એક ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. સોમવારે એર કેવોલિટી ઈન્ડેક્સ 600-700 વચ્ચે રેકોર્ડ થયો છે. જે આ વર્ષે સૌથી વધારે હોય છે. પ્રદૂષણ પર નજર રાખનારી એજન્સીઓએ નવેમ્બરના પહેલાં સપ્તાહમાં હવાની ગુણવત્તા જોખમી સર્તર સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે, એક્યૂઆઈ 500ના સ્તર પર જોખમી શ્રેણીનું માનવામાં આવે છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સ મંદિર માર્ગ પર 707, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ પર 676 અને જવાહરલાલ નહેરુસ્ટેડિયમ પર 681 નોંધવામાં આવ્યું છે. આ પહેલાં શનિવાપે પ્રદૂષણના સ્તરમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ત્યારે એક્યૂઆઈ 346 (બહુજ ખરાબ) નોંધવામાં આવ્યું છે.
પ્રદૂષણનું સ્તર ઓછું કરવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. તેના માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરપી) લાગુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત 10 નવેમ્બર સુધી કંસ્ટ્રક્શન કામ રોકી દેવામાં આવ્યું છે. પ્રદૂષણના દેખરેખ માટે એજન્સીઓએ અંદાજે 44 ટીમ તહેનાત કરી છે.