બુધવારે વહેલી સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ સાથે રેતીનું વાવાઝોડું ત્રાટક્યું. રેતી સાથે ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો સુધી વીજળી પણ જતી રહી. જોકે વરસાદને લીધે શહેરના તાપમાનમાં ઘટાડો થયો જેના કારણે છેલ્લા બે દિવસથી શહેરમાં છવાયેલા હિટવેવમાં રાહત મળી છે.
છેલ્લા 4 દિવસોમાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આ બીજું આવું વાવાઝોડું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે આવેલા ભયંકર વાવાઝોડામાં દેશના પાંચ રાજ્યોમાં આશરે 80 લોકોનાં મોત થયા હતાં. વરસાદ અને વીજળી સાથે ત્રાટકેલાં આ વાવાઝોડાંએ વૃક્ષો ઉખાડી નાખ્યા હતાં તેમજ રેલવે અને ફ્લાઇટ સર્વિસિઝ પણ સ્થગિત થઇ ગઇ હતી. ઉપરાંત, જે વિસ્તારોમાં આ વાવાઝોડાંએ પાયમાલી સર્જી હતી ત્યાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com