દિલ્હી ૧૧૧ ઓલઆઉટ (૩૨ ઓવર) આંધ્ર ૧૧૨/૪ (૨૮.૪ ઓવર)
રણજી ટ્રોફીનાં ફાઈનલીસ્ટ અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનાં ચેમ્પીયન દિલ્હીને વિજય હજારે ટ્રોફીની કવાર્ટર ફાઈનલ મેચમાં આંધ્રની ટીમ સામે હારનો સામનો કરવો પડયો હતો.
આંધ્રએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
દિલ્હીએ શરૂઆતની ૩ વિકેટ માત્ર ૩૩ રનમાં ગુમાવતા કોઈ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતુ.
દિલ્હી તરફથી સર્વાધિક સ્કોર ૩૮ રન રીશભ પથ દ્વારા કરવામાં આવેલ જયારે ૬ પ્લેયર બે ડીજીટના સ્કોર સુધી પણ પહોચવામાં નિષ્ફળ રહેલ.
દિલ્હીની આખી ઈનિંગ માત્ર ૧૧૧ રનમાં સમેટાઈ ગઈ હતી.
આંધ્રાની ટીમ તરફથી શીવાકુમારે સર્વાધિક ૪ વિકેટ લીધી હતીને ભાર્ગવ ભટ્ટે ૩ વિકેટ લીધી હતી.શીવાકુમાર અને ભાર્ગવ ભટ્ટનો સ્પેલ આ મેચનો ટર્નીંગ પોઈન્ટ કહી શકાય.ખૂબજ નજીવા સ્કોરનો પીછોકરતા આંધ્રની પણ શ‚આત સારી રહી નતી અને માત્ર ૧૧ રનમાં બે વિકેટ ગુમાવી હતી.અશ્ર્વીન હેબર અને રીકી ભૂઈ વચ્ચેની ૫૪ રનની ભાગીદારી આંધ્રને વિજયના નજીક લઈ જવા માટે ઘણી મહત્વની હતી.આંધ્ર તરફથી સર્વાધિક સકોર અશ્ર્વીન હેબર ૩૮ અને રીકી ભૂઈ ૩૬, દિલ્હી તરફથી પવન નેગી સૌથી સફળ બોલર ૯ ઓવર ૨૦ રન ૧ વિકેટ પણ દિલ્હીને હારથી બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો.ત૨૫ ફેબ્રુઆરી એ આંધ્ર હવે સેમીફાઈનલમાં ઈન ફોર્મ સૌરાષ્ટ્રની ટીમનો સામનો કરશે.