વરસાદના કારણે ૧૨ ઓવરની ઇનિંગ કરાઇ હતી જ્યારે રાજસ્થાનને ૧૫૧ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો:દાર્શી શોર્ટે ત્રણ સિક્સ ફટકારીને મેચમાં રોમાન્ચ લાવી દીધો હતા.
આઈપીએલ ૨૦૧૮ની સિઝન ૧૧ની રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હી ચાર રનથી વિજયી બન્યું છે. ભારે રોમાંચ વાળી રહેલી આ મેચમાં રાજસ્થાનને છેલ્લા બોલે છ રન લેવાના હતા. જોકે, માત્ર એક જ રન બનાવી શકતા રાજસ્થાનને આ મેચ હારવી પડી. આમ દિલ્હીએ રાજસ્થાન સામે ચાર વિકેટે શાનદાર જીત મેળવી છે. રાજસ્થાનને ૧૨ ઓવરની ઇનિંગમાં ૧૪૬ રન બનાવી શક્યું જેના માટે તેણે પાંચ વિકેટનું નુકશાન વેઠવું પડ્યું.
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાના રાજસ્થાનના નિર્ણયના પગલે દિલ્હીને પહેલી બેટિંગ કરવાની તક મળી હતી. જોકે, મેચ શરૂ થયા તે પહેલા જ ભારે વરસાદના કારણે મેચને સ્થગિત કરવામાં આવી હતી. વરસાદ બંધ થતાં મેચને ૧૮-૧૮ ઓવર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ દિલ્હીને ૧૮ ઓવર રમવાની હતી. જોકે, દિલ્હીને ઇનિંગની પહેલી જ ઓવરમાં એક વિકેટનું નુકસાન થયું હતું.
ત્યારબાદ દિલ્હીને બેટ્સમેનોએ બાજીને સંભાળી લીધી હતી. આમ ૧૭.૧ ઓવરમાં દિલ્હીએ ૧૯૬ રન બનાવ્યા હતા. રાજસ્થાનને ૧૯૭ રનનો ટાર્ગેટ આપવા માટે દિલ્હીને ૬ વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. પહેલી ઇનિંગની છેલ્લી ઓવર ચાલુ હતી ત્યારે જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. જેના પગલે દિલ્હીની ઇનિંગ પુરી થઇ હતી. જોકેે, વરસાદના કારણે ૧૨ ઓવરની ઇનિંગ કરાઇ હતી. જ્યારે રાજસ્થાનને ૧૫૧ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ પણ બાટલરની મદદથી સુપર્બ શરૂઆત કરી હતી અને એક સમયે એવું લાગતું હતું કે બટલર એકલા હાથે મેચ જીતાડી દેશે પણ તેના આઉટ થયા બાદ બેન સ્ટ્રોક્સ પણ જલ્દીથી આઉટ થઇ જતા રાજસ્થાનને મોટો ફટકો પડ્યો હતો જોકે ૧૭મિઓવરમાં શોર્ટ ત્રણ બોલમાં ત્રણ સિક્સ ફટકારીને મેચમાં રોમાન્ચ લાવી દીધો હતો પણ છેલ્લી ઓવરમાં ૧૫ રન કરવામાં ટીમ નિષ્ફળ રહી અને મેચ ૪ રને હારી ગઈ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com