દર વર્ષે દિલ્લીમાં નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા દ્વારાફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇન્ડિયા ગેટ પાસે આજથી આ ફૂડફેસ્ટીવલ ચાલુ થઇ ગયો છે. ત્રણ દિવસના આ ફૂડ ફેસ્ટીવલમાં દેશના ૨૫ રાજ્યોએ ભાગલીધો છે.જેનું નામ ઈટ રાઇટ મેલા રાખવામા આવ્યું છે. આ ૧૦મો ફૂડ ફેસ્ટીવલ છે. ૧૪ થી ૧૬ડીસેમ્બરસુધી ઇન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસમાં આ ફેસ્ટીવલનું આયોજનકરવામાં આવ્યું છે.
200 પ્રકારનીવાનગીમાં શાકાહારી અને માંસાહારી ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફૂડફેસ્ટીવલમાં જવા માટે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી નથી. બપોરના ૧૨ વાગ્યાથી રાતના૧૦ વાગ્યા સુધી આ ફૂડ ફેસ્ટીવલની મજા માણી શકાશે. એક જ જગ્યાએ તમે ભારતની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ માણી શકશો.
તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યનો સ્ટોલ પણ આફૂડ ફેસ્ટીવલમાં છે જેમાં દાબેલી, ખાખરા, વડા પાંવ, સેવ ઉસળ, પાપડી અને આલુ પૂરીનો સ્વાદ માણી શકશો. એફએસએસએઆઈના સીઇઓપવન અગ્રવાલ જણાવ્યુ કે લોકો સારો અને તંદુરસ્ત ખોરાક ખાય તે માટે લોકોને જોડવા માટેઅમે આ વર્કશોપ કરીએ છીએ.જો વાત સ્ટ્રીટ ફૂડની કરવામાં આવે તો તેમાં પણ ખૂબ જ વેરાયટીઑછે ફૂડ ફેસ્ટીવલમાં દેશના ૨૫રાજ્યોનો સ્વાદ મળી રહેશે.પ્રોગ્રામના વડા સંજીતા સિંહેજણાવ્યું હતું કે, “અમેવિવિધતા માટે નવા લોકો લાવવા માંગીએ છીએ અને આ પ્લેટફોર્મ પર તેમની સ્થાનિક ખાદ્યવસ્તુઓને શેર કરવાની તક મળે છે. તેથી લગભગ ૫૦% વિક્રેતાઓ ઇવેન્ટમાં નવા આવનારા હશે”