દિલ્હી મેટ્રોએ મહિલાઓને મોટી ભેટ આપી છે. DMRCએ જણાવ્યું હતું કે દરેક મેટ્રો ટ્રેનમાં પ્રથમ કોચ મહિલાઓ માટે આરક્ષિત છે.વર્ષના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2019થી એક લાઇન છોડીને બીજી બધીજ લાઇન મૂવિંગ ડાયરેકશનમાં મેટ્રો નો પહેલો કોચ મહિલા માટે આરક્ષિત કરવામાં આવ્યો
અત્યાર સુધી ટ્રેનમાં પહેલો અને છેલ્લો કોચને વૈકલ્પિક રીતે અપ અને ડાઉનના આધારે વિવિધ ગેલેરીમાં ‘લેડીજ કોચ’ બનાવવામાં આવ્યો છે.પરંતુ હવે લાઇન 1 ટર્મિનલ સ્ટેસનમાં પહેલો અને છેલ્લો કોચ (રેડ લાઇન-ડીસ્લેહડ ગાર્ડન થી રિઠાલા),લાઇન 5 (ગ્રીન લાઇન-ઇન્દ્ર્લોક / કિર્તિ નગર થી બ્રિગેડીયર હોસિયર સિંહ) અને લાઇન 6(વાયોલેટ લાઇન- કાશ્મીરી ગેટ | રાજા નાહર સિંહ) લાઇન7(પિંક લાઇન- મજલિસ પાર્ક થી મયુર વિહાર પિકેટી-1 અને ત્રિલોક પૂરી-સંજય લેક ટુ શિવ વિહાર)અને લાઇન-8(મૈજેંટા લાઇન- બોટ નિકલ ગાર્ડન થી જનક પૂરી વેસ્ટ) ના પહેલા કોચ મહિલા માટે આરક્ષિત કરેલ છે.DMRCએ બધા મેટ્રો સ્ટેસન વચ્ચે મુશાફરોની વધુ સુવિધા સુનિશ્ચિત કરવા અને એકરૂપતા જાળવી રાખવા આ પહેલ શરૂ કરેલ છે.