આત્મનિર્ભરની ડંફાસ વચ્ચે લોકડાઉનમાં વિદેશી
ઇલેક્ટ્રોનિક્સના ૨૦ હજાર કરોડ પિયાના સાધનો પધરાવાયા
૧૫ આયાતી ચીજ વસ્તુઓનુ પ્રતી માસનું આયાત ૩૭ હજાર કરોડ પીયાથી પણ વધુ
ભારત દેશ આર્થિક રીતે વધૂ મજબૂત થવા માટે અનેક વિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. અનેક વિધ વિકાસલક્ષી યોજનાઓને પણ અમલી બનાવી રહ્યું છે. ત્યારે આ તમામ નિર્ણયો અને યોજનાઓને પૂર્ણ કરવા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનને શ કરવાનો નિર્ધાર કર્યો હતો. પરંતુ પ્રશ્ર્નએ છે કે શું આ મુદ્દો ખરાઅર્થમાં અમલી બની શકે તેમ છે. વિદેશથી આયાત થતી અનેક વિદ્ય ચીજવસ્તુઓનુ ઉત્પાદન દેશમાં થાઇ તે માટે સરકાર ઉદ્યોગપતિઓને પ્રોત્સાહીત કરી રહ્યું છે.
હાલ કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે. ત્યારે આત્મનિર્ભરની ડંફાસ વચ્ચે લોકડાઉનમાં વિદેશી ઇલેકટ્રોનીકમાં ૨૦ હજાર કરોડ પીયાનાં સાઘનો પઘરાવાયા છે. જો ભારત દેશ ૧૫ આયાતી ચીજ વસ્તુઓ પર સ્થાનિક ઉત્પાચદન કરે તો આયાતી શુલ્કમાં ઘણો બચાવ થઇ શકશે. સરકાર દ્વારા નિર્ધારીત કરેલી ૧૫ આયાતી વસ્તુઓ જેવી કે, ઇલેકટ્રોનીક, કોલ, સ્ટીલ, મેટલ, વેજીટેબલ ઓઇલ, ઇતીયાહી, જો આ તમામ વસ્તુઓ માટે સ્થાનિક ઉત્પાદન કરાઇ તો પ્રતી માસ જે ૩૭ હજાર કરોડ પીયાનો આયાત ખર્ચ આવે છે તે ન આવે.
સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક વિધ લાભો પણ આપી શકાઇ છે. જો સરકાર આ મુદ્દને ધ્યાને લઇ ઉત્પાદકોને લાભો આપવામાં આવે તો ફોરેન રીર્ઝવમાં પણ ઘણો સુધારો જોવા મળશે. ફુડ ઓઇલ ઉપર ભારતે નિર્ભરતામાં ઘણો સુધારો કરવો પડશે. દેશ અને ઉત્પાદન કરતા ઉત્પાદકો જો મહતમ ઉત્પાદન કરશે તો આયાતી ખર્ચમાં અનેક ઘણો ઘટાડો જોવા મળશે. બીજી તરફ ભારતે આ તમામ ચીજવસ્તુઓ માટે અન્ય દેશો ઉપર મદાર રાખવો પડે છે. જો સ્થાનિક સ્તર પર ઉત્પાદનની ક્ષમતા વધારવામાં આવે તો ઘણા પ્રશ્ર્નોનું નિરાકરણ અને નિવારણ પણ આવી શકશે. જે માટે સરકાર ઉત્પાદકોને અનેક વિધ રીતે લાભો પણ આપી શકે છે. કરમાં રાહત, જીએસટી, માળખામાં ફેરફાર, રોમટરીયલ ઉપર લાભો સહિત અનેક વિધ રીતે પ્રોત્સાહત આપી શકાય છે. સરકાર આ તમામ ૧૫ ચીજ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તો આગામી ૨થી ૩ વર્ષમાં દેશ આત્મનિર્ભર બની શકશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઇલેકટ્રોનીક ચીજ વસ્તુઓનો સૌથી વધુ આયાત થતુ હોઇ છે.