દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે, દિલ્હી હાઈકોર્ટે ઓક્સિજનના અભાવને કારણે શનિવારે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્રને આજે દિલ્હીને 490 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે, ‘જો કેન્દ્ર સરકાર આજે દિલ્હીને 490 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય નહીં કરે તો તે અમે તેની સામે કાર્યવાહી કરશુ.’ હાઇકોર્ટે કોરોના વાયરસ સંબંધિત વધતા કેસો અને ઓક્સિજનના અભાવ અંગે સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટ છેલ્લા ઘણા દિવસોથી ઓક્સિજનની અછત અંગે સતત સુનાવણી કરી રહ્યું છે, જેમાં દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને અનેક વખત ઠપકો આપવામાં આવ્યો છે.

દિલ્હીની હોસ્પિટલોમાં આજે 490 મેટ્રિક ટન ઓક્સિજન આપો

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આજે દિલ્હીના ભાગનો 490 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, ‘પાણી માથાની ઉપર પહોંચી ગયું છે, અને કેન્દ્રએ તેની વ્યવસ્થા કરવી પડશે. તે બધાને ખબર છે કે કોરોના વાયરસથી ચેપ લાગેલ વ્યક્તિને સ્વસ્થ થવામાં 14 દિવસનો સમય લાગે છે. મોટાભાગના લોકોને ઘરે દવાઓની જરૂર હોય છે. ઓક્સિજન સપોર્ટ માટે 10% લોકોને હોસ્પિટલમાં જવું પડે છે. તે જ સમયે, સંભવત 1% દર્દીઓ ICUમાં સારવાર હેઠળ હોય છે. હોસ્પિટલોમાં બેડની અછત છે. કોર્ટેને કોઈપણ દર્દી કે જે દસ દિવસથી વધુ સમયથી દાખલ કરવામાં આવે છે, અને દરરોજ દાખલ અને રજા આપવામાં આવતા દર્દીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે.’ આ કેસની આગામી સુનાવણી સોમવારે થશે.

 


હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરો

હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘Covid-19ના વધતા કેસોને કારણે હોસ્પિટલોએ ઓક્સિજનની અછતથી શીખ લેવી જોયે, અને આ પ્રાણવાયુ ઉત્પન્ન કરનારા પ્લાન્ટ સ્થાપવા જોઈએ.’ ન્યાયાધીશ વિપિન સંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે નિરીક્ષણ કર્યું છે કે, ‘કેટલીક હોસ્પિટલો વ્યવસાયિક પાસાંઓ પર ધ્યાન આપે છે અને ઓક્સિજન પ્લાન્ટ્સ જેવી વસ્તુઓ પર મૂડી રોકાણો પર ઘટાડે છે, જ્યારે આ હોસ્પિટલો માટે ફંડ વધારવાની જરૂરી છે, ખાસ કરીને મોટી હોસ્પિટલો માટે. ઓક્સિજન પ્લાન્ટ્સ આવશ્યક છે અને તેને ના સ્થાપવો એ બેજવાબદારી છે. હોસ્પિટલોએ પણ અનુભવો પરથી શીખવું જોઈએ અને પ્લાન્ટ સ્થાપવા જોઈએ.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.