હેરાલ્ડ હાઉસ કેસમાં કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ પાર્ટીને 56 વર્ષ જૂનાં હેરાલ્ડ હાઉસને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પછી હવે કોંગ્રેસે 2 અઠવાડીયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે, નહીંતર કાર્યવાહી થઈ શકે છે.
લેન્ડ એન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની (L&DO)લીઝ રદ કરવાના નિર્ણયને ફેરવી તોળવાનો હાઈકોર્ટે શુક્રવારે ઈન્કાર કર્યો હતો અને કોંગ્રેસને હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના આદેશ આપ્યાં હતા.
30 ઓક્ટોબરે એસોસિએશન જર્નલ્સ લિમિટેડ (AJL)ને LNDOએ નોટિસ આપીને 15 નવેમ્બર સુધી ખાલી કરવાનો આદેશ આપ્યો હતો જેને AJLએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
કોંગ્રેસે L&DOની લીઝ રદ કરવાના નિર્ણય વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે AJLની અરજીને ફગાવી દીધી હતી.