ટી-20 વિશ્વકપમાં ભારતીય ટિમ સાથે જોડાશે બોર્ડે આઇપીએલ બાદ યુએઈમાં જ રહેવા જણાવ્યું
દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર અવેશ ખાનને ઇન્ડિયન પ્રીમિયર લીગ-14 માં તેની શાનદાર બોલિંગ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ 24 વર્ષીય બોલરને ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવા કહ્યું છે. અવેશ આઈપીએલ બાદ યુએઇમાં રહેશે અને ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે.તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં શરૂ થશે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરશે.
જમ્મુ -કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિક બાદ અવેશ બીજો ઝડપી બોલર છે જેને ટીમમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે.પસંદગી સમિતિના નજીકના બીસીસીઆઈના સૂત્રએ મંગળવારે પીટીઆઈને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય પસંદગીકારોએ પણ અવેશને ટીમ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. અત્યારે તે નેટ બોલર તરીકે સામેલ થશે પરંતુ જો ટીમ મેનેજમેન્ટને લાગે તો તેને મુખ્ય ખેલાડીઓમાં સામેલ કરી શકાય છે.
આવેશ ઝડપી ગતિએ બોલિંગ કરવા સક્ષમ છે અને તેણે અત્યારની આઈપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધી 23 વિકેટ ઝડપી છે, જે બુધવારે બીજા ક્વોલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. તે હર્ષલ પટેલ (32 વિકેટ) સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા ક્રમે છે. સૂત્રએ જણાવ્યું હતું કે અવેશ 142 થી 145 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે બોલિંગ કરે છે, સપાટ પિચોમાંથી પણ સારો ઉછાળો મેળવે છે અને છેલ્લા કેટલાક સમયથી સપોર્ટ સ્ટાફ દ્વારા તેની નજીકથી નજર રાખવામાં આવી છે. અવેશ ટેસ્ટ ટીમ સાથે સ્ટેન્ડબાય તરીકે ઇંગ્લેન્ડ પણ ગયો હતો પરંતુ સંયુક્ત કાઉન્ટી ટીમ સામેની ભારતની પ્રેક્ટિસ મેચ દરમિયાન આંગળીમાં તિરાડ પડવાને કારણે તેને મધ્ય પ્રવાસ પરત ફરવું પડ્યું હતું.