કોંગ્રેસ નેતા અજય માકને દિલ્હી કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે શુક્રવારે સવારે ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર માન્યો છે. અજય માકને તેમની ટ્વિટમાં લખ્યું છે કે, 2015માં વિધાનસભા ચૂંટણી પછીથી તેમને દિલ્હીના દરેક નેતાઓનો સહયોગ મળ્યો, મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ સામાન્ય વાત નહતી. તમારા દરેકનો આભાર.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અજય માકને ગુરુવારે દિલ્હીના પ્રભારી પીસી ચોકો સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અજય માકને રાજીનામાનું મુખ્ય કારણ તેમનું સ્વાસ્થય ગણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.