૫૬ મેચ પુરા થતા જ ચેન્નાઇ સુપર કિંગ્સ, સન રાઇઝર્સ હૈદરાબાદ, કેકેઆર અને રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લે ઓફમાં  ક્વોલિફાઇ થઇ

ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં ૧૧ રને પરાજય થતાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈના ૧૪ મેચમાં ૧૨ પોઇન્ટ થયા હતા. પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી સામેની મેચ જીતવી જરૂરી હતી. દિલ્હી ડેરડેવિલ્સે પ્રથમ બેટિંગ કરતાં ઋષભ પંતના ૬૪ રન, વિજય શંકરના અણનમ ૪૩ રન અને મેક્સવેલના ૨૨ રનની મદદથી ૨૦ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી ૧૭૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૬૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, પ્લેઓફની રેસમાંથી બહાર થયેલી દિલ્હી ડેરડેવિલ્સે મુંબઈ ઈન્ડિયન્સે મોટો ઝટકો આપી બહાર કરી દીધી હતી.

૧૭૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પ્રથમ ઓવરમાં જ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી લુઇસ અને ઇશાન કિશને પાવરપ્લે બાદ ટીમનો સ્કોર એક વિકેટે ૫૭ રને પહોંચાડયો હતો પરંતુ તે પછી અમિત મિશ્રાએ પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલે કિશનને આઉટ કર્યો હતો. દબાણમાં આવેલી મુંબઈએ ત્યારબાદ ૭૮ રનના સ્કોરે પહોંચાતાં લુઇસ, પોલાર્ડ અને કૃણાલ પંડયાની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા અને ર્હાદિક પંડયાએ ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો. આ સમયે હર્ષલ પટેલે રોહિત શર્મા અને અમિત મિશ્રાએ હાર્દિક પંડયાને આઉટ કરતાં મુંબઈએ ૧૨૨ રનમાં સાત વિકેટ ગુમાવી હતી. બેન કટિંગે ત્યારબાદ જોરદાર લડત આપી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. કટિંગ અંતિમ ઓવરના બીજા બોલે આઉટ થયો હતો. તે પછીના બોલે હર્ષલ પટેલે બુમરાહને આઉટ કરી દિલ્હીને જીત અપાવી હતી. દિલ્હી તરફથી અમિત મિશ્રા, હર્ષલ પટેલ અને સંદીપ લમિછાનેએ ૩-૩ વિકેટ ઝડપી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-૧૧ની અંતિમ લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટે પરાજય આપી પંજાબને બહાર કરી દીધું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં ૧૫૩ રન બનાવ્યા હતા. ૧૫૪ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈએ પાંચ વિકેટ ગુમાવી ૧૯.૧ ઓવરમાં વિજય મેળવી લીધો હતો. આ જીત છતાં ચેન્નઈનો રનરેટ હૈદરાબાદ કરતાં ઓછો હોવાથી બીજા સ્થાને રહી હતી.

જયારે બીજા મેચમાં  પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૫૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચેન્નઈને ૧૦૦ રનની અંદર રોકવી જરૂરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પણ ૨૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ધોનીએ બેટિંગલાઇનમાં પરિવર્તન કરતાં હરભજન અને દીપક ચાહરને મોકલ્યો હતો. હરભજન ૧૯ રન બનાવી આઉટ થયો હતો પરંતુ દીપક ચાહરે ૨૦ બોલમાં ૩૯ રન બનાવી ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો. આ સાથે જ પંજાબની પ્લેઓફમાં પ્રવેશવાની આશા પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતું અને રાજસ્થાન રોયલ્સે આ સાથે અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું હતું.

ચાહર આઉટ થયા બાદ રૈનાએ અર્ધી સદી ફટકારતાં ટીમને ૧૯.૧ ઓવરમાં જીત અપાવી હતી.

ઈંઙક ૨૦૧૮ના સૌથી વધુ રસપ્રદ  આંકડા

કુલ મેચ : ૫૬

કુલ રન : ૧૭૮૬૦ રન

કુલ વિકેટ :૬૧૮

ઈકોનોમી રેઈટ ઓવર દીઠ   ૮.૬ રન

ટોટલ ઓવર :૨૧૨૬

કુલ સિક્સરો :૮૬૭

કુલ બાઉન્ડરી : ૧૫૪૨

ઉચ્ચતમ સ્કોર :૧૨૮ રન

કુલ સદી : ૪

કુલ અર્ધ સદી :૯૮

સ્ટ્રાઇક રેઈટ : ૧૩૮.૫

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.