J8lh5iદિલ્હી એરપોર્ટ પર 18 એપ્રિલે વિમાનને ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે સમયે, બેંગ્લોરથી દિલ્હી આવતી ફ્લાઇટમાં એક મુસાફરને એક ચિઠ્ઠી મળી હતી, જેના પર પ્લેનમાં બોમ્બ વિશે લખવામાં આવ્યું હતું. ત્યારે ફરી એક વખત નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટને બોમ્બની ધમકી મળી છે. તેને જોતા એરપોર્ટ પર સુરક્ષાં વધારી દેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટની ધમકી આપતો ઈ-મેલ IGI એરપોર્ટ પર અલ-કાયદા પાસેથી મળ્યો હતો. એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરે શનિવારે આ માહિતી આપી હતી.
ઈ-મેલમાં લખવામાં આવ્યું હતું કે કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી શારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપોરથી ભારત આવી રહ્યા છે. તેઓ 1-3 દિવસમાં એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે જ સમયે, DIGએ કહ્યું કે તાજેતરના દિવસોમાં પણ સમાન નામો અને વિગતો સાથે સમાન ધમકીભર્યો સંદેશ પ્રાપ્ત થયો હતો, જેને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (બીટીએએસ) નોન સ્પેસિફિક કહેવામાં આવ્યો હતો.
એસઓપી અનુસાર, સિક્યોરિટી ઓપરેશન કંટ્રોલ સેન્ટરે સંબંધિત તમામ એજન્સીઓને જાણ કરી છે અને સ્ટાફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે. હાલમાં, IGI એરપોર્ટના તમામ ટર્મિનલ, એક્સેસ કંટ્રોલ અને વાહન ચેકિંગ પોઈન્ટ પર તપાસ ચાલી રહી છે. આ સાથે પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.