દુનિયાભરના કરોડા લોકો Truecalllerનો ઉપયોગ કરે છે.આઇફોન, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન પર તમે આ રીતે પોતાના Truecalller એકાઉન્ટને ડીએક્ટિવેટ કરી શકો છો.
truecaller એકાઉન્ટ બંધ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:
એન્ડ્રોઇડ યુઝર:-
એપ ઓપન કરો > ઉપર ડાબી બાજુ પીપલ આઇકોન પર ટેપ કરો > અબાઉટ >ડિએક્ટવેટ અકાઉન્ટ
આઇફોન યુઝર:-
એપ ખોલો > ઉપર તરફ ડાબી બાજુ આપવામાં આવેલા ડિયર આઇકોન બટન પર ટેપ કરો > અબાઉટ ટ્રુ કોલર >નીચે આવો > ફરી ટ્રરુ કોલરને ડિએક્ટિવેટ કરો.
વિન્ડોઝ મોબાઇલ યુઝર:-
એપ ઓપન કરો પછી નીચે જમણી બાજુ આપેલા ત્રણ ડોટ વાળા આઇકાન પર ટેપ કરો>સેટિંગ્સ >હેલ્પ >એકાઉન્ટ ડિએક્ટિવેટ કરો. ટ્રુકોલર એકાઉન્ટ બંધ કર્યા બાદ તમે આ સર્વિસ માંથી પોતાનો નંબર પણ દૂર કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
- ટ્રુકોલર ના અનલિસ્ટ પેજ પર જાઓ.
- દેશના કોડ સાથે પોતાનો નંબર નાંખો.
- અનલિસ્ટ કરવા માટે વિકલ્પ પસંદ કરી કારણ જણાવો. જો તમે ઇચ્ઠો તો અન્ય વિકલ્પ પસંદ કરી કારણ જણાવો.
- વેરિફિકેશન કેપ્ચા નાંખો.
- અનલિસ્ટ પર ક્લિક કરો.