દેશના કેટલાક ભાગોમાં વરસાદે અલવિદા કહી દીધું છે, પરંતુ આ વખતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પ્રવર્તમાન સાયક્લોનિક સરક્યુલેશનને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 માંથી 29 જિલ્લાના 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી

MONSOON

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 7 ઈંચ, અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ, સુરત, વડોદરા અને છોટાઉદેપુરના પાવી જેતપુર, નવસારીમાં 3 ઈંચ નોંધાયો છે. તેમજ  સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકાની સાથે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓને વિદાય આપી છે. પરંતુ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26, 27, 28, 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મધ્ય અને દક્ષિણ જિલ્લાઓ જેમ કે  વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે નગર હવેલીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, ગુજરાતના પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, અમરેલીમાં પણ મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ ઉપરાંત 29 સપ્ટેમ્બરે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલીમાં વરસાદ પડી શકે છે. તેમજ 30 સપ્ટેમ્બરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ઉપરાંત નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ત્યારે આ વખતે ગુજરાતમાં સિઝનનો કુલ 128.24 % વરસાદ નોંધાયો છે. જો આ વર્ષે 1 જૂનથી ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સિઝનનો કુલ વરસાદ 128.24 % નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ વરસાદ કચ્છમાં 183 %, દક્ષિણ ગુજરાતમાં 134 %, સૌરાષ્ટ્રમાં 132 %, મધ્ય ગુજરાતમાં 126 % અને ઉત્તર ગુજરાતમાં 109 % વરસાદ નોંધાયો છે.

અમદાવાદનું હવામાન

અમદાવાદમાં 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

હવામાનની આગાહી શું કહે છે?

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસમાં દક્ષિણ તટીય ગુજરાત અને રાજ્યના મધ્ય ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ ચોમાસાની પ્રવૃત્તિ વધારવા માટે ઘણી હવામાન પ્રણાલીઓ એકસાથે કામ કરી રહી છે. ત્યારે આ અઠવાડિયાની શરૂઆતમાં કચ્છ વિસ્તારમાંથી ચોમાસું પાછું ખેંચવાનું શરૂ થયું હતું, પરંતુ અન્ય ભાગોમાંથી તે થોડો સમય અટકે તેવી શક્યતા છે. આ સાથે ગોવા, સિંધુદુર્ગ, રત્નાગીરી, અલીબાગ અને મુંબઈથી દહાણુ સુધી દરિયાકાંઠે ચોમાસાની લહેર અને ભારે વરસાદનો વિસ્તાર આગળ વધ્યો છે.  આ સાથે તે વધુ આગળ વધીને દક્ષિણ કોસ્ટલ ગુજરાત અને મધ્ય ગુજરાતના આંતરિક વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે.

જેમ જેમ પરિભ્રમણ ઉત્તર તરફ આગળ વધે છે તેમ, હવામાન પ્રવૃત્તિ ગુજરાતના ભાગોમાં બદલાશે અને 26 અને 28 સપ્ટેમ્બરની વચ્ચે લગભગ 3 દિવસ સુધી ચાલશે. તેમજ દક્ષિણ ગુજરાત આજે મુખ્ય સિસ્ટમના બાહ્ય પેરિફેરી પર રહેશે. તેમ છતાં આજે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની વ્યાપક સંભાવના છે.

આ ઉપરાંત વાપી, વલસાડ, સુરત, નવસારી અને ભરૂચમાં તીવ્ર હવામાનની ગતિવિધિની ધારણા છે. તેની અસર વડોદરા, તાપી, ડાંગ, ગોધરા, પંચમહાલ અને ખેડા પર પણ પડશે. તેમજ આગામી ત્રણ દિવસમાં પાટનગર ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આ મોસમી પ્રવૃત્તિ નહીં થાય. મહુવા, ભાવનગર, અમરેલી, વેરાવળ અને સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે. તેમજ રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી હવામાનમાં સુધારો થશે અને આગામી એક સપ્તાહ સુધી આ સ્થિતિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.