આઈસીસીની વિશેષ સમિતિએ અંતિમ તપાસ બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા તૈયાર કરાયેલા શાનદાર દહેદાદૂન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું સત્તાવાર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું.
આઈસીસી સમિતિએ સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય માનકો અનુરૂપ ગણઆવ્યું અને પોતાની તપાસ બાદ આ સ્ટેડિયમને રમતના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી૨૦ મેચોના આયોજનની મંજૂરી આપી. સમિતિએ આમાં ખેલાડીઓની સુવિધાઓ, મીડિયા અને બ્રોડકાસ્ટના જરૂરી સ્તરને આંતરરાષ્ટ્રીય માનકો પ્રમાણે ગણાવ્યા.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં સ્થિત આ સ્ટેડિયમ રોલિંગ પહાડિઓ અને નદીઓના પ્રવાહની સામે સ્થિત છે. આ સ્ટેડિયમમાં ૨૫,૦૦૦ દર્શકોને બેસવાની સુવિધા છે. આ સ્ટેડિયમમાં મેદાન સિવાય રેસ્ટોરન્ટ, સ્ટોર, જમવા માટે હોલ અને કોન્ફરન્સ હોલ સહિત અત્યાધુનિક સુવિધાઓથી ઉપલબ્ધ છે. સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના માનકો પર યોગ્ય ઠર્યું છે. આ સ્ટેડિમયમાંથી કટોકટીમાં દર્શકોને માત્ર ૮ મિનિટમાં બહાર કાઢી શકાય છે.
મહત્વનું છે કે, આ સ્ટેડિયમને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પ્રાદેશિક મેદાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે અને અફઘાનિસ્તાન ટીમ ત્રણ, પાંચ અને સાત જૂન ૨૦૧૮ના આ મેદાન પર બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમશે.
કોલાજ ડિઝાઇન દ્વારા તૈયાર કરવામાં આવેલા દેહરાદૂન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ભારતનું પ્રથમ લીડ (ઉર્જા અને પર્યાવરણ ડિઝાઈન) ગોલ્ડ માનક સ્ટેડિયમ છે. કોલાજ ડિઝાઇન, ભારતની અગ્રણી ખેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કોલાજ ડિઝાઇને આ પહેલા પણ ભારતમાં પ્રથમવાર રમાયેલી ફીફા અન્ડર-૧૭ વર્લ્ડ કપ માટે તમામ ૬ સ્ટેડિયમો (ગોવા, ગુવાહાટી, કોચ્ચિ, કોલકત્તા, નવી મુંબઈ અને નવી દિલ્હી) પર કામ કર્યું હતું. આ સુવિધાના નિર્માણમાં કરેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા, કોલાજ ડિઝાઇનના સીઈઓ અને સંસ્થાપક રામકુમાર સુબ્રમણ્યમે કહ્યું, આ સ્ટેડિયમ બનાવવું અને રમતની સુવિધાઓને તૈયાર કરવી મુશ્કેલ કામ છે. આમાં ખુબ મહેનત કરી છે. આ વિશેષ સ્ટેડિયમ ઉત્તરાખંડ સરકારની સાથે અમારૂ ગઠબંધનમાં ભાગીદારીથી બનાવવામાં આવ્યું છે. સરકારની આ ઈચ્છા હતી કે સ્ટેડિયમ વિશ્વ સ્તરીય સુવિધાની સાથે-સાથે કલાનું પણ પ્રદર્શન કરે. સરકારની આ ઈચ્છાની મદદથી અમે આ સ્ટેડિયમ બનાવ્યું.