સીતામઢીના નેતા મનોજ બૈઠા ત્રણ દિવસ બાદ પણ પકડાયો ની
શું બિહારમાં દારૂ બંધી છે ? ભારતીય જનતા પક્ષના એક ‘દારૂડીયા’ નેતાએ ૧-૨ નહીં પરંતુ ૯ બાળકોનો ભોગ લઈ લીધો. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શાસક પક્ષ નીતિશકુમાર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.મામલો એવો છે કે બિહારના મુજફરનગરમાં શરાબ પીને તેના નશામાં કાર ચલાવી જનતા પક્ષના નેતા મનોજ બૈઠાએ ૯ બાળકોને કચડી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા. તેઓ સીતામઢી સંસદીય બેઠકના નેતા છે.
આ ઘટના શનિવારે ઘટી હતી. આ મામલે રાહુલ ગાંધીએ ટિવટ કરીને લખ્યું હતું કે ૨૦૧૫માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી માત્ર જીતવા ‘દારૂ બંધી’ની માત્ર ઠાલી વાત કરી બિહારમાં દારૂ બંધી છે ? કે માત્ર કાગળ પર છે ? સત્ય શું છે ? ઉલ્લેખનીય છે કે, બિહારમાં પહેલા નિતીશ સરકારની કોંગ્રેસ સો યુતિ હતી અત્યારે ભાજપ સો છે. અત્યારે નિતીશ સરકારના રાજમાં નેતાઓ બેફામ બન્યા હોવાનો આક્ષેપ રાહુલે કર્યો છે. તેમના મતે બિહારમાં કોંગ્રેસની યુતિ વખતે સુશાસન હતું ત્યારે કોંગી નેતાઓનો અભિગમ પ્રજાલક્ષી હતો તેમ રાહુલ ગાંધીનો દાવો છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે મનોજ બૈઠાની ત્રણ દિવસ બાદ ધરપકડ કરવામાં આવી નથી બનાવ બાદ તે ભાગેડુ છે પરંતુ કાનૂનના લાંબા હાનો શિકંજો અંતે તેના ગિરેબાન સુધી પહોંચી શકે છે.