દિક્ષાંત સમારોહમાં યુનિ.ના સ્થાપક પ.પૂ. ત્યાગ વલ્લભસ્વામી, પૂ. પ્રેમસ્વરૂપ સ્વામી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં
આત્મીય યુનિવર્સિટી ખાતે ત્રીજા દીક્ષાંત સમારોહમનું આયોજન તા 11 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે. આ કોન્વોકેશનમાં આત્મીય યુનિવર્સટીના સ્થાપક પ.પૂ ત્યાગ વલ્લભ સ્વામી
સર્વોદય કલ્યાણ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી મહારાજ અને મુખ્ય મહેમાન તરીકે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ, નવી દિલ્હી થી ડો દિનેશ પ્રકાશ સાકલાની ઉપસ્થિત રહ્યા હતા. કોનવોકેશન રજીસ્ટાર ડો દિવ્યાંગ વ્યાસ, પ્રો વાઇસ ચાન્સેલર જયેશ દેશકર અને વાઈસ ચાન્સેલર શિવ કે ત્રિપાઠીના નેજા હેઠળ યોજાયો હતો.
“શિક્ષણ સાથે સંસ્કાર” એ આત્મીય યુનિવર્સિટીનો પાયાનો સિદ્ધાંત: ડો ઘનશ્યામ આચાર્ય
આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટીઝ ડો ઘનશ્યામ આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આત્મીય યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 1100 વિદ્યાર્થિઓએ ભાગ લીધો છે. શિક્ષણ તો દરેક યુનિવર્સિટીમાં મળે છે પરંતુ શિક્ષણ સાથે સંસ્કાર આપવાએ આત્મીય યુનિવર્સિટી નો પાયાનો સિદ્ધાંત છે.દરેક વિદ્યાર્થીને ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન માટે તો કાર્ય કરશે જ પણ વિદ્યાર્થીઓને જીવન કઈ રીતે જીવવુ જેના માટે યુનિવર્સલ વન વેલ્યુ પણ શીખે તે અગત્યનું છે તેવુ ત્યાગવલ્લભ સ્વામીનું માનવું છે.
આ પ્રથમ વખત પીએચડી ના વિદ્યાર્થીઓ પણ દીક્ષાંત સમારંભમાં ભાગ લઈ રહ્યા છે કે જે આત્મિય યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે. આત્મીય યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થા સાથે એમઓયુ કરેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ નોલેજ મેળવી શકે.