જો કોઈ સંસ્થા આવું કરશે તો તેમની સામે યુજીસી કાયદેસરની કાર્યવાહી કરશે
યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રવેશથી લઈને ફી પરત કરવા પર વિદ્યાર્થીઓની ફરીયાદોને ગંભીરતાથી લેવાનુ શરૂ કરી દીધું છે. આ કડીમાં યુજીસીએ હવે એક મહત્વનો આદેશ યુનિવર્સિટીઓને કરીને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ યુનિવર્સિટી કે હાયર એજયુકેશન સંસ્થા ડિગ્રી કે પ્રોવિઝીનલ સર્ટીફિકેટ પર છાત્રનો આધાર નંબર પ્રિન્ટ નહિ કરી શકે. જો કોઈ સંસ્થા આવું કરશે તો તેમની સામે યુજીસી કાયદેસરની કાર્યવાહી કરશે.
યુજીસીના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીક યુનિવર્સિટીઓ છાત્રોના આધાર નંબરને ડીગ્રી કે સર્ટીફિકેટ પર પ્રિન્ટ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારબાદ યુજીસીએ તરત જ આ નિર્દેશ જાહેર કર્યો હતો. યુજીસીએ આદેશ કર્યો હતો કે છાત્રોની ડીગ્રી અને પ્રોવિઝનલ સર્ટીફિકેટ પર આધાર નંબર છાપવાની મંજૂરી ન આપી શકાય.
યુજીસીએ શૈક્ષણીક સત્ર 2023-24 માટે ફી રીફંડ પોલિસીથી બધી કોલેજો અને યુનિવર્સિટીઓને તાકીદ કરી હતી કે જે પણ છાત્ર એક જગ્યાએથી એડમિશન કેન્સલ કરાવીને બીજી જગ્યાએ જવા માગે તો નિયમો મુજબ તાત્કાલિક અસરથી તેની ફી પરત કરવામાં આવશે. યુજીસીના આ આદેશની અસર પણ બહાર આવી છે.