દુનિયાના કોઈ પણ ખૂણે વસતા લોકો કે સંસ્થાને અન્ય વ્યક્તિ કે સંસ્થા સાથે સાંકળતી સેવામાંની એક ટપાલસેવા છે. ટપાલ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે નિશ્ચિત દરે ટિકિટ ચોટાડીને કે ફ્રેંક કરી-કરાવીને પત્ર, પાર્સલ કે પેકેટ, ગુપ્તતા અને સલામતીના ભરોસા સાથે મોકલી શકે છે.
ટપાલ ખાતું શક્ય તેટલી ઝડપે અને કરકસરથી પત્ર અને તથા વસ્તુઓની હેરફેર અને વિતરણવ્યવસ્થા ગોઠવે છે.
ટપાલ ટિકિટ ન મળતા સ્થાનિક નાગરિકો અને વિવિધ કંપનીના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા
25 પૈસા, 50 પૈસા, રૂ. 1, 2, 3, 4, 5, 10ની ટિકિટની અછત સર્જાઈ
સામાન્ય રીતે બધા જ દેશોમાં આ સેવા સરકાર હસ્તગત છે. ત્યારે સૌરાષ્ટ્ર સહીત રાજકોટ જિલ્લામાં પોસ્ટ ઓફીસની ટપાલ ટિકિટ ઘણા સમયથી ન મળતા સ્થાનિક નાગરિકો અને કંપનીના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.તંત્ર દ્વારા રેવન્યુ ટીકીટ પૂરી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.રાજકોટ સહિત ઘણી જગ્યાએ આ ટપાલ ટિકિટની તાતી જરૂરિયાત હોય ટિકીટો બહારથી મંગાવવી પડે છે.કારણે કે રાજકોટ મેઇન પોસ્ટ ઓફીસ સહિત જિલ્લા ની તમામ પોસ્ટ ઓફીસ માં છેલ્લા કેટલાક સમયથી ટિકીટ મળતી ન હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે જેમાં ઘણા સમય થી 25 પૈસા, 50 પૈસા, રૂ. 1,2 ,3,4,5,10 ની ટીકીટની અછત સર્જાઈ રહી છે. તેમજ ગોંડલ જામનગર સહિત અનેક શહેરો માં ટિકિટ ની અછત સર્જાઈ છે…
ટિકિટ ન મળતાં લોકોને પરેશાની થઇ રહી છે..અનેક જગૃત નાગરિકો દ્વારા ટિકિટ ની અછત બાબતે અધિકારીઓ ને રજૂઆત કરેલ છે.. ત્યારે તેઓ ને પ્રત્યુતર મળે છે કે નાસિક થી જ પ્રિન્ટિંગ નહિ થઈ ને આવી જેના કારણકે ટિકિટ નથી મળી શકતી. ટૂંક સમય માં આવી જશે. અમે ટિકિટ મંગાવી જ છે…
પોસ્ટ ઓફીસ ખાતે ગ્રાહકો કુરિયર, પત્ર , પાર્સલને પોસ્ટ કરતી વખતે 25 પૈસા, 50 પૈસા, રૂ. 1,2 ,3,4,5,10 ની ટીકીટ માંગે ત્યારે ટિકિટ નથી…તેવો જવાબ મળતાં લોકો પાર્સલ મોકલવા માં મુશ્કેલી થાય છે… પોસ્ટ ની ટિકિટ વગર કોઈ પણ પાર્સલ કે પત્ર જઈ શકતું નથી…લોકો દ્વારા પોસ્ટ વિભાગ વહેલી તકે ટિકિટ ની સમસ્યા દૂર કરે તેવી માંગણી કરવામાં આવી છે.