રાણી સીંગેલના ડબ્બામાં નાનુ કાણું પાડી પામ કે બળેલુ તેલ ભરી તેમાંી વેફર્સ બનાવવામાં આવતી હતી: એસ્ટ્રોન ચોકના નાલા પાસે લાઈવ વેફર્સના ધર્ંધાીને ત્યાં આરોગ્ય શાખાના દરોડા
શહેરના રાજમાર્ગો પર વેચાતી લાઈવ કેળા વેફર્સ જન આરોગ્ય માટે અતિ ઘાતક હોવાનો પર્દાફાશ યો છે. કપાસીયા તેલના નામે કદડા તેલમાંી આ વેફર્સ બનાવવામાં આવતી હોવાનું કૌભાંડ આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. અને વેફર્સ બનાવતા ધર્ંધાીને નોટિસ ફટકારી ૧૫૦ કિલો તેલ અને ૪૫ કિલો વેફર્સના જથ્ાનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના અમીન માર્ગ પર લાઈવ કેળા વેફર્સ બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં અમીન માર્ગ અને કિશાનપરા ચોકમાં પ્રયાગ ચૌધરીના યુનિટમાં ચેકિંગ દરમિયાન એવું માલુમ પડયું હતું કે, આ વેપારી દ્વારા બનાના વેફર્સ બનાવવા માટે રાણી બ્રાન્ડ કપાસીયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ગ્રાહકોને જણાવવામાં આવતું હતુ પરંતુ રાણી તેલના ડબ્બામાં એક નાનુ કાણું પાડી તેમાં પામતેલ કે, દાઝયુ તેલ ભરી દેવામાં આવતું હતું અને ત્યારબાદ ગ્રાહકોની નજર સામે રાણી તેલના ડબ્બામાંી આ અનહાઈઝેનીક તેલનો જથ્ો ઠાલવી વેફર્સ બનાવવામાં આવતી હતી. અલગ અલગ બે જગ્યાએ ચેકિંગ કર્યા બાદ પ્રયાગ ચૌધરીએ આ વાતની કબુલાત કરી હતી.
દરોડા દરમિયાન આરોગ્ય શાખા દ્વારા બન્ને સ્ળ પર ૧૫૦ કિલો દાઝયુ તેલ અને ૪૫ કિલો વેફર્સના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે અનહાઈઝેનીક કંડીશન અને ફૂડ લાયસન્સ ન હોવાના કારણે પ્રયાગ ચૌધરીને નોટિસ ફટકારવામાં આવી હતી. સ્ળ પરી મરચા પાવડર અને કપાસીયા તેલનો નમુનો લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
૧૫૦ કિલો તેલ અને ૪૫ કિલો વેફર્સનો નાશ: મરચા પાવડર અને તેલના નમુના લેવાયા: સંચાલક પ્રયાગ ચૌધરીને નોટિસ