પત્રકારથી વાચા દેવામાં ભુલ થાય તો માનહાનીનો દાવો યોગ્ય નથી
સરકારે મીડિયાને તેનો મત રજુ કરવાની સ્વતંત્રતા આપી છે માટે સોશિયલ, ઈકો અને પોલિટીકલના સમન્વયથી મીડિયા ચોથી જાગીર તરીકે કોઈપણ બાબતની અભિવ્યકત કરી શકે છે. મીડિયાથી કયારેય સંજોગવશ જો કોઈ ભુલ થાય તો માનહાનીનો દાવો થઈ શકે નહીં તેવી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.
કારણકે પત્રકારો પણ માણસ છે અને અમુક વખત વાચા દેવામાં તેમની ભુલ થાય અથવા તો તેમને ખોટી માહિતી મળી હોય તો આ બાબત વગોવવા જેવી નથી. પટના હાઈકોર્ટમાં એક પત્રકાર વિરોધી કેસમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ આ બાબતે નોંધ લીધી હતી.
હાઈકોર્ટના જસ્ટીસ એ.એમ.ખાનવિલ્કર અને ડી.વાય.ચંદ્રચુદે અરજદારને જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમારે નભાવી લેતા શિખવુ પડશે. મહિલા અરજદારે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, એક પત્રકારે તેમના ખોટા સમાચાર પ્રસારીત કર્યા છે અને પત્રકાર સામે તેમણે માનહાનીનો દાવો કર્યો હતો.
કારણકે તેના પોતાના અને પરિવારના સભ્યો આ સમાચારથી વગોવાઈ ગયા હતા. વર્ષ ૨૦૧૦ એપ્રિલમાં આ સમાચાર પ્રસારીત કરવામાં આવ્યા હતા. જેમાં અરજદારની ગેરકાયદેસર જમીનનો મુદ્દો ઉછાડવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમે મીડિયાની તરફેણમાં ચુકાદો કર્યો છે. કારણકે મીડિયા લોકોને હંમેશા સાચી માહિતી આપવાની કોશિશ કરે છે પરંતુ ઘણી વખત ગલત ડેટા માહિતીને કારણે ગેરસમજને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે. તેનો એવો લક્ષ્યાંક ન હોય કે તેઓ ખાનગી દુશ્મનીનો બદલો લઈ રહ્યા છે. મીડિયા ચોથી જાગીર તરીકે લોકો માટે માહિતીનું સૌથી મોટું માધ્યમ છે.