હિમોગ્લોબીનની અછતથી શરીરમાં પ્રાણ વાયુના પ્રશ્નો ઊભા થાય છે અને લોકોને આળસ, નબળાઈ સહિતના પ્રશ્નો ઉભા થાય છે.
શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયટિંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે. બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે.
બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો. દાડમની જેમ ખજૂરમાંનું વિટામીન-સી આયર્ન વધારી હિમોગ્લોબિન વધારે છે. બે પીસ ખજૂરને રાત્રે એક કપ દૂધમાં પલાળીને રાખી, સવારે ખાલી પેટે એ દૂધ-ખજૂર ખાવું ફાયદાકારક છે. કેળા અને મધ દિવસમાં બે વાર ખાવા. મેથી, લેટ્યુસ, બ્રોકલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનો જ્યુસ પીવાથી વિટામીન-બી-૧૨, ફોલિક એસિડ, અને અન્ય ન્યુટ્રીઅન્ટ્સ મળે છે.
હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા લોકોએ આયર્ન, વિટામિન સી અને ફોલિક એસિડથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. શરીરમાં હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન એક મહત્વપૂર્ણ ખનિજ છે. આયર્નથી સમૃદ્ધ કેટલાક ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં,ખજૂર, બદામ, કઠોળ, આખા અનાજ, દહીં અને બીજનો સમાવેશ થાય છે. વિટામિન સી માટે નારંગી, લીંબુ, બ્રોકોલી, દ્રાક્ષ, ટામેટાં અને પપૈયા વગેરે ખાઓ. ફોલિક એસિડથી ભરપૂર ખોરાકમાં પાલક, મગફળી, રાજમા, એવોકાડો, લેટીસ વગેરેનો સમાવેશ કરો.
હિમોગ્લોબિનથી થતા રોગો
શરીરમાં હિમોગ્લોબીન આયર્ન અને ગ્લોબીન પ્રોટીન મળીને બનાવે છે અને જ્યારે આહારમાં આયર્નની અછત થાય છે ત્યારે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર પણ ઓછું થવા લાગે છે. હીમોગ્લોબિનની અછત શરીરમાં ઓક્સિજનની અછત ઊભી કરે છે. જેથી થાક અને કમજોરી અનુભવાય છે. આ સ્થિતિને એનેમિયા કહેવામાં આવે છે. મહિલાઓમાં એનેમિયા વધારે જોવા મળે છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન. કારણ કે આ સમયે શરીરને વિટામિન, મિનરલ્સ, ફાઈબરની વધારે માત્રામાં જરૂર પડે છે.લોહીમાં લોહતત્વ ઓછું થવાથી થાક અને કમજોરી વધી જાય છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવનાર મહિલાઓમાં પણ એનિમિયા જોવા મળે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં ગાંઠ, આંતરડામાં અલ્સર, પાઈલ્સ અને ડાયટિંગ જેવી સ્થિતિમાં પણ એનિમિયાની શક્યતા વધી જાય છે.
શરીર માટે ક્યાં ખનીજની જરૂરિયાત
લોહ : માનવ શરીર માટે ખનીજ ની આવશ્યકતા ખૂબ જ વધુ છે જે ખરા અર્થમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે લોહતત્વથી ભરપૂર ખોરાક જો તમે આ રોગતા હોય તો તમારા હિમોગ્લોબિનમાં વધારો કરે છે જેમાં બ્રોકોલી, સોયાબીન, દાડમ, પાલકનો ઉપયોગ રક્તકણોને વધારવામાં અત્યંત કારગત છે.
મેગ્નીશીયમ : શરીરના 60 ટકા મેગ્નેશીયમ હાડકાઓમાં અને બાકી 40 ટકા માંસપેશીઓ અને સોફ્ટ ટીશ્યુસમાં રહે છે. મેગ્નિશિયમ કાર્બોનેટથી હૃદયની બીમારી સહિત વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે.મેગ્નેશીયમની ઉણપ થવાથી થાક, નબળાઈ, જીવ ગભરાવો, ઉલટી વગેરે લક્ષણ જોવા મળે છે. આ ખનીજની ઉણપ પૂરી કરવા માટે તમારે તમારા આહારમાં મગફળી, બાદમ, આખું અનાજ અને લીલા પાંદડા વાળા શાકભાજી સામેલ કરવા જોઈએ.
જીંક : જીંક એક જરૂરી ખનીજ છે, જે પ્રોટીન અને રોગ પ્રતિકારક શક્તિને વધારવાના કામમાં આવે છે. ગર્ભાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થામાં તેની પૂર્તિ થવી જરૂર છે. શાકાહારી લોકો માટે કઠોળ, આખુ અનાજ અને દૂધ માંથી બનેલી વસ્તુઓ માંથી જીંકનું ઘણું પ્રમાણ મળી જાય છે. આ ખનીજની ઉણપ થવાથી ઝાડા, વાળ ખરવા અને પુરુષોમાં નપુંસકતાની તકલીફ થઇ શીકે છે.
પોટેશિયમ :દરેક સજીવના કોષના કાર્યક્ષમતા માટે પોટેશિયમ જરૂરી છે.આ ખનીજ શરીરમાં ઇલેક્ટ્રોલાઈટની જેમ કામ કરે છે અને હ્રદયની કાર્યપ્રણાલી, માંસપેશીઓમાં સંકોચન અને નર્વસ સીસ્ટમને ઠીક કરવાનું કામ કરવા માટે કામ કરે છે. પોટેશિયમની ઉણપના લક્ષણોમાં જુના પાંદડા છેડા પર બળેલા કે કપાયેલા લાગે છે તેમજ છોડ અને મૂળનો નબળો વિકાસ જોવા મળે છે. તેની ઉણપ થવાથી માંસપેશીઓમાં નબળાઈનો અનુભવ થાય છે. કબજીયાત, સોજા કે પેટનો દુઃખાવો પણ તેના લક્ષણ છે.
કેલ્શિયમ : કેલ્શિયમ મજબુત હાડકા અને મજબુત દાંત માટે જરૂરી છે. તેની ઉણપ થવાથી થાક, ભૂખની ખામી, માસપેશીઓમાં નબળાઈ, અનિયમિત ધબકારા વગેરેની સમસ્યા થઇ જાય છે. એટલા માટે જરૂરી છે કે તમે ખાવામાં દૂધ, દહીં, પનીર, સફરજન, વટાણા, બ્રોકોલી અને કોબીનો ઉમેરો કરો. પલાળેલી બદામ પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.