DRDOનો દાવો- આ તોપ વિશ્વની સર્વશ્રેષ્ઠ હોવિત્ઝર તોપ
સરકાર સ્વદેશી તકનીકો સાથે હથિયારો બનાવવા પર ભાર મૂકી રહી છે જેના દ્વારા રક્ષણના ક્ષેત્રમાં પણ દેશ આત્મનિર્ભર બની શકે. દેશમાં જ ઉત્પાદન થયેલા હથિયારોનો ઉપયોગ કરીને ભારત ભવિષ્યમાં દુશ્મનોને હરાવશે.
ભારતે આજે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(ડીઆરડીઓ) દ્વારા વિકસિત સ્વદેશી હોવિત્ઝર એટીએજીએસ (એક પ્રકારની તોપ) નું ઓડિશાના બલાસર ફાયરિંગ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. એટીએજીએસ પ્રોજેક્ટના ડાયરેક્ટર શેલેન્દ્ર ગાડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તોપ વિશ્વની શ્રેષ્ઠ તોપ હશે.હજી સુધી કોઈ પણ દેશ આવી તોપ વિકસાવી શક્યો નથી.
આ તોપ ૪૮ કિલોમીટર સુધીનું લક્ષ્યને સાધી શકે છે. વેજ્ઞાનીકોએ કહ્યું છે કે, ‘ભારતીય સેનાને ૧૫૮૦ ટોડ આર્ટિલરી ગનની જરૂરિયાત છે’. આ તોપ ભારતીય સેનાની ૧૮૦૦ આર્ટિલરી સિસ્ટમની જરૂરિયાતને પૂરી કરવા સક્ષમ છે.
ભવિષ્યના યુદ્ધો સ્વદેશી હથિયારો સાથે જીતીશું – સીડીએસ રાવત
ઘણા સમયથી ભારતના ચીન અને પાકિસ્તાન સાથે તણાવ વધ્યા છે.આ તણાવને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓ અંગેની રજૂઆત કરતા સીડીએસ બિપીન રાવતે જણાવ્યું કે આપણો દેશ ઉતર અને પશ્ચિમની સીમાઓ પર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેથી ભવિષ્યમાં જે યુદ્ધો થશે તેમાં ભારત સ્વદેશી હથિયારો સાથે દુશ્મન દેશોને હરાવશે.